રોગોને અટકાવવા એ જ શ્રેષ્ઠ સારવાર!


પહેલું સુખ તે જાતે નર્યા!





રોગો અટકાવવા
          
          આપણા દેશમાં કેન્સર જેવી બીમારીઓની સફળ સારવારની ટકાવારી બહુ ઓછી છે, એનું કારણ એ નથી કે આપણે તબીબી ક્ષેત્રે પછાત છીએ કે કુશળ તબીબોનો અભાવ છે - પરંતુ તેનું કારણ નિયમિત ચેકઅપ નો અભાવ છે.  

          મુખ્ય કારણ એ છે કે 
ભારતમાં, ખાસ કરીને અલ્પ-વિકસિત વિસ્તારમાં કે નાના ગામડાઓમાં - જ્યાં સુધી કોઈ બીમારી કે પરિસ્થિતિ તેના રોજિંદા કાર્યોમાં અવરોધરૂપ ન થાય ત્યાં સુધી કોઈ ડોક્ટરની મુલાકાત જ ન લે, અને ત્યાં સુધી તો જે-તે બીમારી કે પરિસ્થિતિ એટલી હદે પ્રસરી ગઈ હોય કે તેનો ઈલાજ કરવો જ અશક્ય થઇ જાય. 

         દર્દ શામક દવાઓ ઉપર બાકીની જિંદગી પસાર કરવા સિવાય કોઈ ઉપાય જ ન બચે.

         વિકસિત દેશોમાં મોટાભાગની ડોક્ટરની મુલાકાતનું કારણ કોઈ બીમારી નહિ રૂટિન ચેક અપ હોય છે,  બાળકથી લઈને વૃદ્ધો સુધીના દરેક વ્યક્તિ વરસમાં એક વખત સામાન્ય ચેકઅપ અને વરસમાં બે વખત દાંતની સફાઈ જરૂર કરાવે છે.

          
રોગોનું કારણ:  

👉 કેટલાક રોગો પાણીજન્ય છે એટલે કે પીવાના પાણીમાં રહેલ અશુધ્ધીઓથી થાય છે, જેવા કે કિડની ના રોગો, કેન્સર વગેરે. 

👉 ઘણા રોગો ખોરાક અને બેઠાડુ જીવન ઉપર આધારિત છે જેવાકે હૃદયની બીમારીઓ, બ્લડ પ્રેસર આધારિત રોગો, વગેરે.

👉 એમાંથી ઘણા રોગો વારસાગત પણ હોઈ શકે જેવા કે મધુપ્રમેહ (ડાયાબીટીશ).

👉 તમાકુ કે દારૂ જેવા વ્યસનો કેન્સર નો પાયો નાંખે છે - તે બધા જાણે છે, છતાં બે ઘડીની માજા માટે પોતાની જિંદગી અને આપ્તજનોની શાંતિ ને જોખમમાં નાંખે છે.

શું કરી શકાય?:

આયુર્વેદમાં પણ કહ્યું છે કે પરહેજ એ સારવાર કરતા વધારે અસરકારક છે. 

👉 પાણીને હમેંશા ગાળીને પીવો, પાણીમાં રહેલા કીટાણુને ઉકાળીને દૂર કરી શકાય.

👉 પહેલું કામ તે ભોજન ની પસંદગી - જેવું શરીરને આપો તેવું શરીર પાસેથી મેળવો. 

👉 ઘરમાં રાંધેલ ખોરાક 

👉 કાચો ખોરાક  - લીલા શાકભાજી, ફળ, સુકામેવા, સૂકા ફળો 

👉 સફેદ ખાંડનો વપરાશ ઘટાડો એક ચમચી થી વધારે નહિ એક દિવસમાં

👉 તેલ - ચરબીનો વપરાશ ઘટાડો

👉 મેંદાનો વપરાશ નહિવત કરી - આખા ધાન્યનો વપરાશ વધારો

👉 આયુર્વેદ મુજબ: તમને ભાવતા સ્વાદ કરતા શરીરને ફાવતો આહાર શ્રેષ્ઠ છે.

👉 બેઠાડુ જીવન શૈલી ધરાવતા લોકોએ અઠવાડિયામાં પાંચ દિવસ, ઓછામાંઓછુ  ૩૦ મિનિટ ચાલવા જવું.

👉 તમાકુ અને વધારે પડતા આલ્કોહોલ થી દૂર રહો. 

👉 વર્ષમાં એક વખત સામાન્ય દાક્તરી તાપસ અને બ્લડ રિપોર્ટ કરાવવો, ખાસ કરીને ૪૦ વર્ષથી ઉપરની વય વાળાઓએ.

 👉 પરિવારમાં, ખાસ કરીને માતા-પિતાને કોઈ વારસાગત બીમારી હોઈ તો તેના માટે વરસમાં એક વાર ચેક કરાવો.

          આ બધું ફાલતુ ખર્ચ શું કામ કરવો? - જયારે બીમારી બારણે ટકોરા મારે અને મોટી હોસ્પિટલ ભેગા કરે ત્યારે  શું બધું મફત થશે?  એકી સાથે મોટા બીલો ભરવા કરતા નાના હપ્તા ભરવા શું ખોટા? અને તંદુરસ્ત જીવન મળે તે નફામાં!

ચાબુક 

લોકો કહે છે કે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં નશીબમાં હોઈ તેમ થાય, શું કામ નાહકની ચિંતા કરવી?  

રસ્તામાં ખાડો હોઈ ને કોઈ બાજુમાંથી પસાર થતું હોઈ તો તેની ખાડામાં પાડવાની શક્યતા છે - તેને સંજોગો/અકસ્માત  કહેવાય, પરંતુ જો કોઈ જાણીજોઈ ને તે ખાડામાં કૂદકો મારે તો તેને મૂર્ખતા કહેવાય!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય