થોડું મારા વિષે

રામ રામ!

પૃથ્વી પર, ગુજરાતથી તદ્દન વિરુદ્ધ બાજુ વસેલી એક ગુજરાતણ તરફથી!

હવે તો એ પણ કહેલું પડે કે પૃથ્વી પર છું કે બીજા કોઉ ગ્રહ ઉપર છુ, વરસો પહેલા એ વિકલ્પ ના હતો.  

હું - ગુજરાતના-સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સંયુક્ત પરિવારમાં જન્મેલી, અંતર્મુખી અને પુસ્તકિયો કીડો - ઘરમાં રહેલા પુસ્તકો તો ૪-૬ વખત વાંચી લીધેલા, અને છાપાની પૂરતીઓ તો એક પણ ના મુકતી. 

બપોરે જમ્યા પછી પરિવાર જયારે આરામ કરતો, હું પસ્તીમાંથી સારી સારી વાર્તાઓ ભેગી કરી વાંચતી. 

મામાની ઘરે જુદું છાપું આવતું. ઉનાળાની રાજાઓમાં મામાની ઘરે જવાનું થાય, મામીને કહી રાખ્યું હોય કે પસ્તી હું આવું ત્યાં સુધી નહિ આપવાની. 

આખા વરસના છાપાઓ ફેંદી મારુ માળિયા ઉપર ચડીને, બધી સાપ્તાહિક અને અર્ધ-સાપ્તાહિક પૂર્તિઓ ભેગી કરી લઉં.

અરે કરિયાણાની દુકાને થી કંઈ વસ્તુ છાપામાં આવે તો, વસ્તુ વાસણમાં રાખીને હું એ પસ્તી પણ જોઈ કાઢું.

 મારા આ ઘેલપણાની ઘરની મહિલાઓને જાણ હતી, હું હાજર ન હોવ તો એ લોકો પણ પસ્તી બાજુ પર રાખી દે!

હવે તો કોઈ પુસ્તકો વાંચતા નથી, મારા વાંચનથી ભેગું કરેલું જ્ઞાન અહીં - લોકોને પસંદ પ્રમાણેના માધ્યમથી રજુ કરું છું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય