રક્તકોષોની ખામી- એનિમિયા ગુજરાતમાં

એનિમિયા: રક્તકોષોની ખામી - જાગૃતિ અને સારવાર 

એનિમિયા

📛 એનિમિયા એટલે શું?  

          એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં રક્તકોષો કે હિમોગ્લોબિન જરૂર કરતા ઓછા પ્રમાણમાં હોય.  હિમોગ્લોબિન એ રક્ત કોષોનો એક ભાગ છે જે લોહીના લાલ રંગ માટે જવાબદાર છે અને આ રક્ત કોષોને, શરીરમાં રહેલા ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડવા સક્ષમ કરે છે. 

          ગુજરાતમાં આયર્નની એટલે કે લોહતત્વની ખામીથી થતા એનિમિયા મુખ્ય છે, જોકે સહવર્તી વિટામિન બી-12 ની ઉણપ, ફૉલિક એસિડની ઉણપ તેમજ કેટલીકવાર અન્ય વિટામિન ઉણપ પણ એનિમિયા માટે જવાબદાર હોઈ શકે છે. 

           જો તમે જરૂરી લોહતત્વ યુક્ત ખોરાક ન લેતા હોય અથવા તો કોઈ કારણસર તમે લોહતત્વ ગુમાવતા હોય તો તમારું શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન ઉત્પન્ન ના કરી શકે, અને તમને લોહતત્વની ખામીથી થતા એનિમિયા થઇ શકે. 


           શાકભાજીઓ માં બી-12 ની માત્રા નહિવત છે આથી શાકાહારીઓમાં બી-12 ની ઉણપથી થતા એનિમિયા વધારે જોવા મળે છે, દૂધ અને અન્ય પશુ સ્રોતો મદદ કરી શકે છે.

          વિટામિન બી-6 ની ઉણપ ખાસ પ્રકારના સાઈડરોબ્લાસ્ટિક એનિમિયાનું કારણ બને છે. 

          ફૉલિક એસિડ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે જેથી ગરીબ લોકો અને સ્થળાંતરિત વસાહતોમાં કે જ્યાં ખોરાકમાં લીલા શાકભાજી પ્રાપ્ય નથી, ત્યાં ફોલિક એસિડની ખામીથી થતા એનિમિયા જોવા મળે છે.

          
          ⌛ UNICEF, Indian Health ministry ના એક રિપોર્ટ પ્રમાણે ૯૨% ભારતીય સ્ત્રીઓ ને લોહતત્વની ખામી અને ૮૦% સ્ત્રીઓને લોહતત્વની ખામીથી થતા એનિમિયા છે. જેના કારણે અશક્તિ, સામાન્ય નબળાઈ, નબળું શૈક્ષણિક પ્રદર્શન અને રમત-ગમતમાં રસ નો અભાવ જોવા મળે છે.

          આખા દેશના પ્રમાણમાં ગુજરાતના આંકડા થોડા સારા લાગે પણ સ્વીકાર્ય તો નથી જ. TOI ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એનીમિક નાગરિકોનું પ્રમાણ:

                       ગ્રામીણ                         શહેરી                          કુલ 
બાળકો :          ૬૪.૬%                         ૫૯.૫%                        ૬૨.૬%
સ્ત્રીઓ:            ૫૭.૫%                         ૫૧.૬%                        ૫૪.૯%
પુરુષો:             ૨૫%                             ૧૭.૮%                          ૭%   
          
                   
📛 લોહતત્વની ઉણપના કારણો:

          મોટાભાગે આ ખામી નું કારણ વિટામિનો અને મિનરલોને શોષણ કરવાની ક્ષમતા ન હોવાથી થાય છે, છતાં ક્યારેક ખોરાકમાં વિટામિનોની કમીથી પણ થાય છે. 

          લોહતત્વ અને બીજા પોષક્તત્વોના શોષણ જ્યાં થાય છે તે આંતરડામાં કોઈ ચેપ હોઈ કે ઇન્ફ્લેમેશન હોઈ તો પણ એનિમિયા થાય શકે. એ આંતરડાનો ચેપનું કારણ વપરાતું અશુદ્ધ પાણી હોઈ શકે. પાણી વાટે સુક્ષમ જીવાણું શરીરમાં જાય છે અને આંતરડામાં જમા થાય છે. પાણી હમેંશા ફિલ્ટર કરેલ કે ઉકાળેલ જ પીવું જોઈએ, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. 

          ગર્ભાવસ્થામાં માતાના ઉદરમાંથી જોઈતા પોષક તત્વો ગર્ભસ્થ શિશુ લઇ લે છે એટલે સગર્ભાને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે.

          એનિમિયા એટલે કે ઓછા રક્તકોષો, કોઈ પણ બોનમેરો ના રોગ થી પણ થાય. આ ઉપરાંત કોઈ પણ ક્રોનિક રોગ, ટીબી, સંધિવા, લુંપસ કે કેન્સર જેવા રોગો રક્તકોષોનો નાશ કરે છે આથી એનિમિયા થઇ શકે - તેને રોગજન્ય એનિમિયા કહે છે.


📛 લોહતત્વની ઉણપની અસરો: 

          લોહતત્વની ઉણપથી થતા એનિમિયા ભલે મોટા રોગોની જેમ તમારી રોજિંદી પ્રવૃત્તિમાં અવરોધક ના બને પણ અસર જરૂર કરે છે.  જેમ જેમ સમય જતો જય તેમ તેમ તેની તીવ્રતા વધતી જાય છે અને સારવાર પણ વધારે મુશ્કેલ થતી જાય છે

          બાળકોના સર્વાંગી વિકાસ, બુદ્ધિપ્રતિભા, ભૌતિક શક્તિ, શિક્ષણ અને રમતગમત માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે હિમોગ્લોબીન અને પર્યાપ્ત લોહ  સંગ્રહની જરૂર પડે છે.

          લોહતત્વ રક્ત ઉપરાંત સ્નાયુઓની શક્તિ અને સ્વસ્થ ચેતાતંત્ર માટે પણ ખુબ મહત્વ ધરાવે છે જે સંશોધનોમાં જાણવા મળ્યું છે. 

           સામાન્ય રીતે લોહતત્વ, ઝીંક,  કોપર અને અન્ય ટ્રેસ ઘટકો સાથે બાળકના ગર્ભાશય જીવન દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે  છે. ગર્ભવતી સ્ત્રીઓમાં લોહનો અભાવ બાળકના વિકાસ અને સ્વસ્થ મગજ ઉપર અસર કરી શકે છે જે આવનારી પેઢી માટે હાનિકારક છે, આથી જ સગર્ભાની પ્રિનેટલ કેર અને વિટામિન્સ જરૂરી છે. 

        ગર્ભવતી સ્ત્રીઓમાં લોહનો અભાવ તેની પ્રસૂતિમાં પણ મુશ્કેલી વધારી શકે છે.


લોહતત્વની ઉણપની સારવાર

               
📛 લોહતત્વની ઉણપની સારવાર:

          શા માટે દરેકને આયર્ન સાથે સારવાર ન કરવી જોઈએ અને શા માટે આપણે હિમોગ્લોબિન અથવા અન્ય કોઈ પરીક્ષણની તપાસ કરવી જોઈએ? 

          એ જાણતા હોવા છતાં કે લોહ આપણા શરીરમાં ઘણા મહત્વના કર્યો માટે જરૂરી છે આર્યનના લેવલની દેખરેખ વગર લાંબો સમય આયર્ન લેવું નુકશાન કારક સાબિત થઇ શકે છે. 

           જે તેમના ડોક્ટરોની  પરવાનગી કે સીધી  દેખરેખ વગર આયર્ન લે છે, કૃપા કરીને સમયાંતરે લોહ સ્તરની તાપસ કરવોલોહ તત્વની સાથે વિટામિન સી લેવાથી શરીરને લોહ તત્વનું શોષણ કરવામાં મદદ મળે છે.

          સામાન્ય રીતે શરીર જાણે છે કે લોખંડ કેટલું જરૂરી છે અને જેટલું જરૂરી હોઈ તેટલું જ તે શોષણ કરે છે. પરંતુ કેટલીક  આનુવંશિક સ્થિતિઓ છે જ્યાં શોષણ ખામીયુક્ત હોય છે. તે ખામી આયર્ન ના   ઓવરલોડનું કારણ બની શકે છે, તેથી કોઈ કારણસર લાંબા સમય સુધી કોઈને આયર્ન આપવામાં આવતું નથી

           વૃદ્ધિના તબક્કા દરમિયાન શિશુઓ અને બાળકો માટે સ્ત્રીઓ માટેના માસિક સ્રાવ દરમિયાન, સગર્ભાવસ્થા, સ્તનપાન દરમિયાન, તરુણાવસ્થા દરમિયાન આયર્નની જરૂરિયાત વધે છે.


 📛 એનિમિયા - વિટામિન બી 12 ની ઉણપથી

          ⌛ એ ના ભૂલવું  જોઈએ કે વિટામિન બી 12 બહુજ અગત્યનું છે જેની ખામીથી મગજ અને ચેતાતંત્રને કાયમી નુકસાન થઇ શકે છે.

           જો વ્યક્તિની તીવ્રતા ઉણપ હોય અને જ્યારે આપણે એનેમિયાના સારવારનો પ્રારંભ કરીએ ત્યારે લાલ રક્તકાંડનું ઉત્પાદન વધે છે અને તે વધુ લોખંડ અને વિટામીનનો ઉપયોગ કરશે અને તે સીમાથી સંપૂર્ણ સ્તરની ઉણપ અને રોગથી જઈ શકે છે.  

           એનિમિયા સારવાર શરૂ કરતા પહેલા લોહ, ફોલિક એસિડ અને વિટામિન બી 12 સ્તર જાણવું જરૂરી છે.

          જોકે, ભારતમાં આ પરીક્ષણો, સારવારની સરખામણીએ  ખૂબ જ ખર્ચાળ છે. તેથી જો કોઈ વ્યક્તિ લોહીના વિવિધ મહત્વના પોષક તત્ત્વોનું લોહીનું સ્તર જાણતો નથી, તો આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન બી 12 સાથે પ્રથમ 3 મહિના માટે સારવાર કરવી વાજબી છે.

📛 એનિમિયા થતા અટકાવવા કેમ?. 

            ઉપર જણાવેલ આંકડા પરથી કઈ અવલોકન કર્યું?

           એનિમિયાનું પ્રમાણ સ્ત્રીઓમાં અને બાળકોમાં પરુષો કરતા વધારે છે, ખાસ કરીને ગ્રામીણ પરિવારોમાં.

           ઘણા કારણોમાંનું એક કારણ એ છે કે સ્ત્રીઓ માસિક વખતે રક્ત કણો ગુમાવે છે. 

           બીજું અને મુખ્ય કારણ છે - પરુષ પ્રધાન સમાજ. 

           મોટા ભાગના ઘરોમાં પુરુષો પેહેલા જમે પછી જ ઘરની સ્ત્રીઓ જમે, ઘણી વખતે બધી વાનગી ન પણ બચી હોઈ. 

           ૨૦-૨૫ વારસો પહેલા અને ઘણા સંયુક્ત કુટુંબોમાં તો અત્યારે પણ - જાણે વધ્યું-ઘટ્યું જમવા મળે એ જ રીતે વહુઓને ભાગમાં ભોજન આવે! એમાં પૌષ્ટિક આહારની તો વાત જ ન રહે.

          ✅ મા ને એનિમિયા હશે તો બાળકને પણ થવાના ચાન્સીસ રહે, એ માટે પહેલા સ્ત્રીઓમાંથી એનિમીયાનું પ્રમાણ ઘટાડવું પડશે, તો જ બાળકોમાં જન્મજાત એનિમિયા ઘટાડી શકીશું. 

          ✅ માં સ્વસ્થ હશે તો જ બાળકો સ્વસ્થ હશે, આવનારી પેઢીને સ્વસ્થ રાખવા સ્ત્રીઓના આરોગ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

ભારત સરકારના 'એનિમિયા મુક્ત ભારત' અભિયાનનો લાભ લો અને એનિમિયા દૂર કરો. 

કઈ પણ સારવાર શરુ કરતા પહેલા, ડોક્ટર કે નર્સ દ્વારા લોહીની તાપસ જરૂર કરાવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય