આરોગ્ય

  પહેલું સુખ તે જાતે નર્યા! 


આરોગ્ય વિષે પોસ્ટ્સ આ બ્લોગમાં (લિંક ઉપર ક્લીક કરો):

      પાચનતંત્ર વાયરસની સારવાર


      અશુદ્ધ પાણી, રોગો લાવે તાણી  


      રોગોને અટકાવવા એ સારવાર કરતા વધારે અસરકારક 


      એનિમિયા ગુજરાતમાં - કારણો અને સારવાર 

      

      ઉપવાસ - ફાયદાઓ અને ગેરફાયદાઓ


આપણું આરોગ્ય સારું હોય તો જ આપણે બીજાને મદદ કરી શકીએ તે જ રીતે આપણું મન સ્વસ્થ હોય તો જ આપણે બીજાનું હિત વિચારી શકીએ. 

       આરોગ્યના પ્રકાર:

    સંપૂર્ણ આરોગ્ય બે પ્રકારના આરોગ્યથી બને: શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્ય. શારીરિક આરોગ્ય ની ચકાસણી એટલે કે તમારા શરીરની ઉર્જા - શક્તિ શરીરમાં રહેલા દોષો, રોગો કે અંગોની પરિસ્થિતિ નો ચિતાર.

    શારીરિક આરોગ્ય બગડવાના કારણો:

    આપણો આહાર - ખોરાક એ આરોગ્યને સીધી અસર કરે છે. 

    'જેવું આપો, તેવું મળે' - એ એક જીવનની હકીકત છે, તે આપણા આહાર અને આરોગ્યને સચોટ રીતે લાગુ પડે છે. મતલબ કે, શરીરને જેવું આપશો, તેવું શરીર તમને આપશે!

    👉બેઠાડુ જીવન

    👉અશુદ્ધ ખોરાક - વાસી, બગડી ગયેલ આહાર

    👉વધારે પડતી ખાંડનો વપરાશ

    👉વધારે પ્રોસેસ કરેલા ખોરાક

    👉અપૂરતો આરામ

    👉કામનો તણાવ

    જેમ કોઈ બીમારી માટે સમયસર સારવાર લેવી જરૂરી છે, તેમ હળવી કસરત કરવી અને ખાવા-પીવામાં પરહેજ પાળવી એ પણ સારવારનો જ ભાગ છે.

    શારીરિક આરોગ્યને સુધારવાના ઉપાયો:

    👉નિયમિત ચિકિત્સા

    👉હળવી કસરત - ચાલવા જવું

    👉ઘરે બનાવેલ ખોરાક

    👉તાજો અને પૌષ્ટિક આહાર

    👉નહિવત તેલનો ઉપયોગ

    👉ખાંડ - એક દિવસમાં ૧ ચમચીથી ઓછી

    👉મૈંદા નો ઉપયોગ બંધ

    👉પેકેટો બંધ

    શારીરિક આરોગ્ય વિષે તો આપણે થોડા સજાગ થયા છીએ, પરંતુ માનસિક આરોગ્ય વિષે વાત કરવી પણ આપણા સમાજમાં એટલી સામાન્ય નથી - સારવાર લેવી તો બાજુ પર રહી.

    હકીકતે - માનસિક આરોગ્ય અવધારે અગત્યનું છે, બહુ સંવેન્દનશીલ છે શારીરિક આરોગ્ય કરતા.

    માનસિક આરોગ્ય બગડવાના કારણો:

     👉દેખા-દેખીમાં ગજા ઉપરના ખર્ચાઓ - આર્થિક તણાવ

     👉સામાજિક જવાબદારી - કુટુંબિક તણાવ

     👉ધંધામાં નુકસાની - અસફળતા 

     👉લગ્નજીવનની સમસ્યાઓ - જીવનસાથી વિવાદ

     👉જીવનની ઘટના - આપ્તજનને ગુમાવ્યાનો શોક 

     👉અપૂરતો આરામ

     👉કામનો તણાવ

    માનસિક આરોગ્ય સુધારવા માટે, માનસિક તણાવને દૂર કરવા જરૂરી છે. માનસિક તણાવ ભલે 'ક્લિનિકલ ડિપ્રેસન' કહેવાય એટલો વધારે ના હોય, પણ શરુ થતા જ નિયંત્રણ કરવું જરૂરી છે.



    માનસિક તણાવને દૂર કરાવના કે ઓછા કરવાના ઉપાયો:

    ✌જે આપણા હાથમાં નથી, તેની ચિંતા ના કરવી

    ✌ભજન અને સેવા દ્વારા મનને શાંત કરવું

    ✌શીત પ્રકૃતિ વળી ચા નો ઉપયોગ કરવો - જેવી કે કેમોમિલે ચા, લીલી એલચી ચા

    ✌યોગા કરવા, પાર્કમાં ચાલવા જવું, હળવી કસરત કરવી 

    ✌મનપસંદ પ્રવૃત્તિ કરવી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય