ભારતની મોટા ભાગની વસતી મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે છે.
જ્યાં એક પણ નવું ખર્ચ આવી જાય તો આખા વરસનું બજેટ હલી જાય. અને એની અસર સૌથી વધારે, જે કમાઈને ઘર ચલાવતા હોય તેના પર થાય.
એની સાથે સાથે ગૃહિણી પણ જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા માટે મજબૂર થાય. જે ચિંતા અમુક હદથી વધે તો આરોગ્ય પર પણ અસર કરે
ઘર ચલાવનાર વ્યક્તિ ક્યારેક બધાને ખુશ કરવાની કોશિશમાં ગજા ઉપરાંત ખર્ચ કરી દે; તો ક્યારેક બાળકો, વડીલો કે સ્ત્રી પરાણે ખરચ કરાવે.
દેખાદેખી માં જે ખરચ થાય છે તે બે ઘડી કદાચ આંનંદ આપે પરંતુ બાકીનો સમય તો એ ખરચાને કેવી રીતે ભરપાઈ કરશું એની ચિંતા માં જ જાય.
જરૂરિયાત બે પ્રકારની હોય:
૧. નીડ - જીવન જરૂરી: જેવી કે - ઘરના સભ્યોનો ખોરાક, પાણી, વસ્ત્રો, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને ધંધા - ખેતીમાં જરૂરી વસ્તુઓનો ખર્ચ.
આ જરૂરિયાતો પાયાની જરૂરિયાતો છે, તેના વગર જીવન ના ચાલે. તેમાં થોડી કસર થઇ શકે, પણ સંપૂર્ણપણે ટાળી ના શકાય.
૨. વૉન્ટ - શોખ - ઈચ્છાઓ: જેવી કે, ખર્ચાળ પ્રવાસ, બ્રાન્ડેડ વસ્તુઓ, વધારાની વસ્તુઓ, કિંમતી હોટેલોમાં જમણ, મોટી પાર્ટીઓ, વધારે ફી વાળી શાળાઓ, વગેરે.
જયારે પણ બચત કરવાની જરૂર પડે ત્યારે આ ખર્ચને જ ઘટાડવું હિતાવહ છે. આ વધારાના ખર્ચનો કાપ મુકવો સારો, પાયાની જરૂરી વસ્તુઓથી વંચિત રહેવા કરતા.
વધારાના ખર્ચના કારણો:
દેખાદેખી: મોટા ભાગના વધારાના ખરચ આ કારણે જ થાય છે.
બાજુવાળાએ તેના બાળકને આ શાળામાં મુક્યો, મારે પણ મુકવો છે.
પાડોશીએ તેની દીકરીના લગ્ન આ હોલમાં કાર્ય, મારે પણ મારી દીકરીના લગ્ન ત્યાં જ કરવા છે.
મારી બેન દુબઇ ફરવા ગઈ, મારે પણ જવું છે.
તમારા ભાઈએ નવો ફ્લેટ લખાવ્યો, મને પણ તેમાં જ ફ્લેટ લેવો છે.
સમાજ: સમાજ શું કહેશે એ ડરથી ન પહોંચાય તો દેવું કરીને પણ વહેવાર કરે.
આટલું તો દેવું જ જોઈએ, લોકો શું કહેશે?
ઘર પ્રમાણે વહેવાર તો કરવો જ જોઈએ ને?
દીકરી સાસરિયામાં શું બતાવશે?
પરિવાર: આ નિર્ણયો પરિવારના સભ્યો પણ લેવડાવે.
હું બાઈક વગર કોલેજે નહિ જાવ, હવે તમારો જમાનો નથી (કામે લાગી જ ને!).
બેનને મામેરું તો કરવું જ પડે, ૫ તોલા સોનુ તો દેવું જ પડે ને (ભાવ જોયા?).
એટલા ખિસ્સા ખર્ચ થી એક દિવસનું લંચ પણ ન આવે (ઘરેથી લઇ જ).
આ વરસે ક્યાંય ફરવા નથી ગયા, મારે સેલ્ફી મોકલવી હોય ને!
આ ફોનમાં ફોટા સારા નથી આવતા, નવો ફોન લેવો છે.
આ આર્થિક તણાવને કેવી રીતે નિવારી શકાય?
આવક પ્રમાણે ઘરના ખર્ચનું બજેટ બનાવો.
જીવન જરૂરી વસ્તુઓને પ્રાથમિકતા આપો અને તાત્કાલિક ખર્ચ માટે પણ જુદા ફાળવો. અણધાર્યા ખર્ચ અને ધંધાની જાળવણીમાંથી બચે તો ભવિષ્યના ખર્ચ માટે જમા કરી શકાય.
વાર્ષિક બજેટ:
જેમ દેશનું બજેટ બને છે તેમ ઘરનું પણ બજેટ નક્કી કરો. શાંતિ ભર્યું જીવન અને નિરાંતની નીંદર આ બધી બ્રાન્ડેડ વસ્તુઓ કરતા બહુ કિંમતી છે, એ તમારું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.
આમ ઘરનું ભાડું, બધા બિલ અને ખાવા પીવાની વસ્તુઓ અને સામાન્ય કપડાઓ, ઘરવખરી વગેરે જરૂરી ચીજો આવે.
💰બીજો ૨૫% ભાગ ધંધામાં રોકાણ કે જાળવણી માટે રાખો.
ખેતી વાળા લોકોને બિયારણ લેવા જરૂર પડે, મજૂરી માટેના બિલ માટે. અથવાતો એક વરસ નો પાક સારો ન થાય તો એક વરસ આમાંથી ઘર ચાલે.
💰૨૦% ભાગ વોન્ટ - શોખ અને વહેવાર માટે રાખો.
વેકેશનના, વહેવારના અને વધારાની શોખની વસ્તુઓના ખર્ચ આમાંથી નીકળે.
💰છેલ્લો ૩૦% ભાગ અણધર્યા ખર્ચ માટે રાખો.
આફત ગમે ત્યારે આવે. ખાસ કરીને ઘરમાં વડીલો અને બાળકો હોય એ લોકોએ તો આ બચત રાખવી જ.
આવી નાની મોટી આર્થિક ચિંતાઓ આપણને જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા મજબૂર કરે છે અને માનસિક તણાવ ઉત્ત્પન કરે છે. જે બંને બાજુથી આરોગ્યને નુકસાન કરે છે.
કહેવાય છે ને કે 'ચિંતા એ ચિતા સમાન છે'. તો આજથી જ, એ ચિંતાના મુદ્દાને જ જળથી કાઢી નાખો.
તમને આ લેખ કેવો લાગ્યો? કૃપા કરીને નીચે ૫ સ્ટાર રેટ કરો કે કોમેન્ટ કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો