ગ્રહણ કાઢવું - માન્યતા, અંધશ્રદ્ધા કે વિજ્ઞાન?

ગ્રહણ - માન્યતા, અંધશ્રદ્ધા કે વિજ્ઞાન?


માન્યતા:

વરસો પહેલા વડીલો કે દાદા-દાદી કહેતા: ગ્રહણમાં બહાર ન નીકળાય, ગ્રહણ પૂરું થયા પછી નહાવું પડે અને ગ્રહણ પહેલાનું વધેલું ભોજન ફેંકી દેવાનું, વગેરે! 

અમુક પરિવારો તો એ બધું અનુસરતા પણ ખરા. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ આવી બધી માન્યતાઓ નાબૂદ થવા લાગી.

સમય જતા આ બધું ભૂલવા લાગ્યું: ભણેલા લોકો સમજીને બંધ કર્યું અને ન સમજાય તે લોકો એવું દેખાડવા (કે તે લોકો બહુ જ્ઞાની છે, આવી જૂની માન્યતાઓમાં નથી માનતા) બંધ કર્યું. 

ઉત્સુકતા:

ગયા વરસે જયારે અહીં અમેરિકામાં સૂર્યગ્રહણ હતું ત્યારે અમને લંચબ્રેકમા બહાર ન જવા અને જવું હોઈ તો મેનેજરની ઓફિસમાંથી ગ્રહણ માટેના ચશ્માં લઇને જવાનું કહેવામાં આવ્યું, ત્યારે વિચાર આવ્યો કે આવું કેમ?

 કંપનીઓએ ગ્રહણ માટે સ્પેશ્યલ ચશ્માં ઓર્ડર કર્યા હતા. જો ગ્રહણમાં કોઈ નુકસાન ન થતું હોય તો આટલી સાવચેતી અને ખરચ શા માટે?

મારો અભિપ્રાય આપતા પહેલા, ચાલો આપણે ગ્રહણ વિષે થોડું વધારે જાણીએ.

ગ્રહણ કેવી એટલે શું અને કેવી રીતે થાય 

જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે. આને કારણે સૂર્યના પ્રકાશના રસ્તામાં અવરોધ ઉભો થાય છે.

એકંદરે ગ્રહણના બે મુખ્ય પ્રકાર છે:

  1. સૂર્યગ્રહણ (Solar Eclipse):
    સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. પરિણામે, ચંદ્ર સૂર્યપ્રકાશને પૃથ્વીની ઉપર પહોંચતાં રોકે છે. કેટલાક સમયે, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે (પૂર્ણ સૂર્યગ્રહણ), જ્યારે કેટલાક સમયે તે ભાગતઃ ઢાંકી લે છે (ખંડગ્રહણ).

  2. ચંદ્રગ્રહણ (Lunar Eclipse):
    ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે.

ગ્રહણ સમય એ ત્રણે વસ્તુઓની (પૃથ્વી, ચંદ્ર, અને સૂર્ય) ચોક્કસ સ્થિતિ પર આધાર રાખે છે. આ ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષીય બંને દૃષ્ટિકોણથી રસપ્રદ છે!

ગ્રહણ દરમિયાન સુરક્ષા અને તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ:

જ્યારે સૂર્યગ્રહણ થાય છે, ત્યારે સૂર્યની રોશનીનો મોટો ભાગ ચંદ્ર દ્વારા અવરોધવામાં આવે છે, અને આ સમયે સૂર્યની અતિ-ઉજળી કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે.

સૂર્યગ્રહણ દરમિયાન લેવામાં આવતી સલામતી:

  1. સરળ આંખોથી સૂર્ય જોઈ શકાય નહીં: સૂર્યગ્રહણ દરમ્યાન, નગ્ન આંખે અથવા સામાન્ય ચશ્માંથી જોવો અતિ ખતરનાક છે. ખાસ "સોલર ઈક્લિપ્સ ગ્લાસ" અથવા ISO-પ્રમાણિત ફિલ્ટર સાથે ટેલિસ્કોપ અથવા બેીનોક્યુલર વાપરવા જોઈએ.
  2. સૂર્યગ્રહણ દરમિયાન કેમેરા અથવા ફોનથી સીધું ફોટા ન પાડો: જો યોગ્ય સુરક્ષા ફિલ્ટર ન હોય, તો ફોન કે કેમેરા સેન્ટર સીધા સૂર્યને જોવાથી નુકસાન થઈ શકે.
  3. ચંદ્રગ્રહણમાં આવી કોઈ ખાસ સુરક્ષા ન હોય: ચંદ્રગ્રહણ નિહાળવું સંપૂર્ણપણે સલામત છે, કારણ કે તે માત્ર પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાના પરિણામે થાય છે.

શા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે?

  • સૂર્યની અતિ-શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ (UV) અને ઈન્ફ્રારેડ (IR) કિરણો ને સીધા જોવાથી આંખના રેટિના પર સ્થાયી નુકસાન થઈ શકે છે, જેને “સોલર રેટિનેપેથી” કહેવામાં આવે છે.
  • સલામત રીતે જોવાની રીત: જો કોઈ વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા આયોજિત સીધું પ્રેક્ષણ આયોજન હોય, તો તે પ્રમાણિત ઉપકરણો દ્વારા જોવું શ્રેષ્ઠ રહે.
  • UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણો ખોરાક અને કપડાંને કેવી રીતે અસર કરે? UV કિરણો સૂર્ય પ્રકાશમાં રહેલા ઊર્જાવાન કિરણો છે, જે જીવંત અને અજીવંત વસ્તુઓ પર વિવિધ પ્રભાવ મૂકી શકે છે.
  • ખોરાક પર અસરો:

    1. પોષક તત્ત્વોની હાનિ: UV કિરણોની અસરથી વિટામિન C અને B જેવા સંવેદનશીલ પોષક તત્ત્વો તોડી શકાય છે, જે ખોરાકની ગુણવત્તાને ઘટાડે છે.
    2. અક્સીજેશન (Oxidation): કેટલાક ખોરાક, જેમ કે દૂધ અને તેલ, UV કિરણોના સંપર્કમાં આવશે તો તેનો રોંગટા કે સ્વાદ બદલાઈ શકે છે.
    3. બેક્ટેરિયાને અસર: UV કિરણો કેટલીક બેક્ટેરિયાને નાશ કરી શકે છે, તેથી જ કેટલાક સ્થળે પાણી શુદ્ધ કરવા માટે UV લાઈટનો ઉપયોગ થાય છે. જે દહીં, દૂધ, છાશ વગેરેમાં રહેલા સારા બેક્ટેરિયાનો પણ વિનાશ કરે છે.

    કપડાં પર અસરો:

    1. રંગ ફીકી પડવાની સમસ્યા: UV કિરણો કેમિકલ ડાઈ સાથે પ્રતિક્રિયા કરે છે, જેના પરિણામે કપડાંના રંગ ધીમે ધીમે ફીકાં થઈ શકે છે.
    2. ફાઇબર નબળા થઈ શકે: UV કિરણો કપાસ અને નાયલોન જેવા ઉત્પાદનોને નબળા બનાવી શકે છે, જેના કારણે કપડાં ઝડપથી ફાટવા લાગે.
    3. ડ્રેપ અને ગ્લોઝ ઘટે: રેશમી અથવા પોલિયેસ્ટર જેવા ચમકદાર ફેબ્રિકનો ગ્લોઝ UV કિરણોના અસરોને કારણે ઓછો થઈ શકે.

    સુરક્ષા પગલાં:

    ✔️ ખોરાક UV-પ્રતિકારક પેકેજિંગમાં રાખો.
    ✔️ કપડાં UV-પ્રોટેક્ટિવ કે ફેબ્રિક-સેવિંગ ધોઈ ઘોવતી પદ્ધતિથી સંભાળો.
    ✔️ બહાર પહેરવાના કપડાં માટે UV-સંરક્ષણ કારક પદાર્થોથી બનાવેલા કાપડ પસંદ કરો.

    આ UV કિરણોના લાંબા ગાળાના અસરોને સમજીને આપણે આપણા ખોરાક અને કપડાં સુરક્ષિત રાખવા આવી જ્ઞાનપૂર્ણ સલામતી જરૂરી છે.

સમાપન - નિર્ણય:

એ બધી માન્યતાઓ કે રિવાજોને સૂર્યગ્રહણ માટે અનુસરવા જરૂરી છે, ખાસ કરીને જયારે તે ઉપરથી પસાર થતું હોય. 

ચંદ્રગ્રહણમાં આ સાવચેતી જરૂરી નથી!

આપણા વડીલોએ કારણ વગર કઈ ચાલુ નહોતું કર્યું. આને માન્યતાનું નામ આપવાનું કારણ એ હોઈ શકે કે સામાન્ય માણસોને એક સદી પહેલા આ બધું સમજાવવું સહેલું ન હતું, ત્યારે કોઈ સોસીયલ મીડિયા કે ઈન્ટરનેટ ન હતા. 

વળી દરેક વ્યક્તિ સુધી આ જ્ઞાન કે સંશોધનને પહોંચાડવું, એ માહિતી ગુમાવ્યા વગર શક્ય ન હતું.

આથી જો આ જ્ઞાન કે સંશોધનને, માન્યતા કે ધર્મનું નામ આપી દે એટલે બધા અનુસરે - એમ સમજી એને માન્યતા કે ધર્મના ભાગ તરીકે રજુ કર્યું.

કૃપા કરીને અભિપ્રાય આપો, આ લેખ કેવો લાગ્યો? નીચે કોમેન્ટ કરો કે લેખની જમણી બાજુમાં રહેલ સંપર્ક ફોર્મ વાપરો.


વિદાય - કાળજાના કટકાની!

 વિદાય - કાળજાના કટકાની!


આટલું વાંચીને જ ઉદાસ થઇ ગયા? 

દીકરીને વળાવતા જાણે આખો પરિવાર દીકરીના સસુરાલ ને કહી રહ્યો હોય:

રહી આજ સુધી અમારી જે સાથે, હવે આજ સોંપી તમારા જ હાથે.

રતન એને સમજી જતન એનું કરજો, હૃદય લાગણી છે અવિનય ન ગણશો.

મજાની વાત તો એ છે કે જેટલું દુઃખ અને દર્દ દીકરીને વળાવતા પરિવારને ૨૦-૨૫ વરસો પહેલા થતું હતું એટલું આજ-કાલ નથી થતું? 

વિચાર્યું ક્યારેય, કેમ એવું? 

દીકરી પ્રત્યેનો પ્રેમ તો ઓછો નથી થયો, હવે પરિવારો નાના થતા ઉલ્ટાનો વધ્યો છે!

  • કારણ એક તો એ છે કે ગુજરાતી સમાજ બદલાયો છે, હા, છેલ્લા ૨૦ - ૨૫ વરસોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જે રીતે અત્યારે વહુને રાખવામાં આવે છે એ રીતે ત્યારે શક્ય ના હતું. 
  • બીજું એમાં મદદ કરી ટેકનોલોજીએ, સેલ ફોન અને સોસીઅલ મીડિયા એટલા સામાન્ય થઇ ગયા કે દુનિયા એક ઘર જેવડી નાની થઇ ગઈ. દીકરીના ઘરમાં શું ચાલે છે, કેવી રીતે રાખે છે તેની પળે પળે ખબર મળતી રહે.
  • ત્રીજું કારણ એ છે કે અત્યારે કન્યાની સંખ્યા ઓછી છે, જો સારી રીતે ના રાખે તો ઘર તૂટતાં વાર ના લાગે. પરિસ્થિતિ બહુ સારી ના હોઈ તો છોકરાઓનું ગોઠવાતું જ નથી!

આ તો થઇ આજની વાત, મારે  કરવી છે ૧૯૯૦ દાયકા ની વાત. જે આજે થોડી કાલ્પનિક વાર્તા જેવી લાગશે, જેવી રીતે ૧૯૭૦-૧૯૮૦ ના બાળકોને આઝાદી ચળવળની વાતો લગતી!

પરિવારથી જુદા થવાનું દુઃખ  

એ સમયે,દીકરી જેવો ગામનો સીમાડો છોડે એટલે તેનું પોતાનું અસ્તિત્વ ભુલાઈ જતું, પિયરથી સાસરા સુધીનો એ રસ્તો તે નારીના હીબકા અને દર્દનો એકમાત્ર સાક્ષી બની રહેતો. 

એક માત્ર એટલા માટે કે એના દર્દને સમજી શકે એવું કોઈ ભાગ્યે જ એની સાથે હોય. 

બાકી બધા તો ખુશીઓ મનાવવામાં વ્યસ્ત હોય. કોઈ પોતાના ઘરકામને સંભાળવા વાળી મફતની બાઈ મળી રહી એની તો કોઈ પોતાની ફરમાઈશો પુરી કરવા વાળી એક રોબોટ મળી ગઈ એની તો કોઈ એ સાથે શું ભેટ લાવી હશે તેની તો કોઈ પોતાને પણ હુકમ ચલાવવાની તક મળી ગઈ તેની!

બધા પોત-પોતાના સ્વાર્થનું જ વિચારે, એક સ્ત્રી પોતાનું ઘર-પરિવાર મૂકીને આવી છે એને કેવી રીતે સંભાળશું અને અપનાવશું એ કોઈ ના વિચારે.

એ માત્ર એક પરિવારની પુત્રવધુ જ બની રહેતી, પરિવાર એનો થાય કે ના થાય એ તો વરસો પછી ખબર પડે. 

પરિવારની પુત્રવધુ 1990

નવી જવાબદારીઓ

એ વાતને એ નારી સ્વીકારે તે પહેલા જ એનું સ્વાગત (?) નવા ઘરમાં થઇ જાય. પોતાના પરિવારમાં ગમે તેટલા લાડકોડથી ઉછરી હોય, સાસરે પહોંચે એટલે એ વહુ માત્ર રહી જાય. 

બીજા દિવસેથી જ બધાના અસલી રંગ દેખાવા લાગે, પ્રશ્નોની અને ફરમાઇશોને હારમાળા ચાલુ થઇ જાય.

  • શરૂઆત તો પતિદેવથી જ થાય: મારા કપડાં ગોઠવી દેજે અને આજના તૈયાર કરી દે (હાથ નથી કે માએ શીખવાડ્યું નથી ??)  હું નાહી આવું. 

                  અડધો કપ ચા અને એક ભાખરી બનાવી દે, લંચ તો હું બપોરે મંગાવી લઈશ, કાલથી સવારે જ બનાવી દેજે તને મહેનત ઓછી (ખરેખર??).

  • સસરા પણ થોડું ઉમેરે: મને સવારે ૬ વાગે ચા જોશે અને ૮ વાગે ગરમ નાસ્તો (અત્યાર સુધી મળતો હતો ??).
  • સૌથી વધારે તો સાસુમાની ફરમાઈશો જ હોય, પોતે જે અનુભવમાંથી પસાર થયા છે (૨૪-૩૪) વરસો પહેલા, એ બધા પોતાની વહુ ઉપર અજમાવશે. મેં કર્યું એ શેની ના કરે? મોટા ભાગે એક સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન હોય!

                       હું મંદિરે જાવ છું, બધાને ચા-નાસ્તો કરાવી, વાસણ-પાણી અને ઘરની સફાઈ કરી આ પ્રસંગના કપડાં છે એ ધોઈ નાખજે, પાણીની ટાંકી ખાલી થાય એ ડંકીએથી ભરી લેજે, પછી તું તારે આરામ કરજે!.

                     અને હા અગિયાર વાગે પેહલા રસોઈ ચાલુ કરી દેજે અમને બાર વાગે જમવા જોશે, હા ત્યાં સુધીમાં તો હું આવી જઈશ (ખાવા ??, કોણ રાખે વધારે વખત - ભગવાન પણ થાકે).

  • બપોરે જમ્યા પછી વાસણ પતે અને હજુ થોડો આરામ કરવાનું વિચારે ત્યાંજ બાકી રહેલા નાના સભ્યો પણ આવી ચડે: મને આ કાલે પહેરવું છે ઈસ્ત્રી કરી દો, મારી ફ્રેન્ડને ઢોકળા બહુ ભાવે, કાલે ટિફિનમાં ઢોકળા આપજો, મને આ હોમવર્કમાં કઈ ખબર નથી પડતી, અત્યારે નવરા જ છો તો કરી દો.

એમાં પણ બોનસ જો જેઠાણી હોય તો! સાસુમા પછીનું સ્થાન એ લઇ લે, સાસુમા જે કહેતા ભૂલી  ગયા હોય કે જેઠાણીને કરવાનું કીધું હોય એ બધું જેઠાણી હળવેકથી આ નવી વહુ પાસે કરાવી લે (શીખવડાવના બહાનેથી - ખાલી મગજ એ શેતાનનું ઘર થઇ ગયું હોય), એ પણ સાસુ આવે તે પહેલા!

આટલી બધી મુસીબતો વચ્ચે જરા પણ થાક મોં પર દેખાય તો ચાલુ થઇ જાય, ક્યારેય હસતું મોં ના હોય! સ્માઈલ લાવવું ક્યાંથી? ક્યાંય વેચાતું મળે? અંદર ખુશી હોય તો બહાર દેખાય ને!

નવા સંબંધો વચ્ચે એકલતા 

આટલા ભરેલા ઘરમાં પણ નવવધૂ તો એકલી જ રહે, કહેવાના તો બધા તેના હોય - પણ કોઈનો સ્વભાવ કે પસંદ-નાપસંદ ન ખબર હોય. કોની મદદ લેવી કે કોની ઉપર વિશ્વાસ મૂકી કઈ તકલીફ હોય તો વાત કરવી - કશી સમજણ ન પડે.

પતિને પૂછે તો - એ પોતાના પરિવારની તો ઊંચી જ વાત કરે, અથવાતો 'એ બધી મને ખબર ન પડે' - કહીને ટાળી દે.

એક જ જગ્યા રહે વાત કરવાની - તેનું પિયર, જયારે પગફેરા માટે જાય ત્યારે. અરે વળી એમાં પણ આપણા ગીતોએ સાનમાં સમજાવી દીધેલું હોય! 

દીકરી કરો રે સાસરિયા વખાણ, અમીરસ મીઠડાં.

સમજુ દીકરીઓ સમજી જાય, કે અહીં પણ ફક્ત વખાણ જ કરવાના. અને ધીમે ધીમે એ નવા પરિવારને સમજતી થાય અને અનુકૂળ બનાવના એના પ્રયત્નો સફળ થાય.

દીકરીની કારકિર્દી 

સંબંધ ગોઠવાય ત્યારે સસુરાલ વાળા એમ જ કહે છે, તમારી દીકરીને ભણવું હોય તો ભલે ભણે અમારી દીકરી પણ ભણે છે. અને અમે તો મોડર્ન વિચારો વાળા છીએ, એને નોકરી કરવી હોય તો પણ વાંધો નથી. 

ત્યારે દીકરી અને પરિવાર ખુશ-ખુશ થઇ જાય, એ ખુશી નો પરપોટો તો ત્યારે ફૂટે જયારે દીકરીને સમજાય કે ભણવા કે નોકરીનો મતલબ આ બધા ઘરકામ કરીને પછી જવાનો હતો. એ જાતે જ ના પડી દે કે મારે નથી ભણવું.અને સસુરાલનો કીમિયો કામ કરી જાય.

જો ઘરકામ કરવા માટે જ લાવવી હોય તો ડબલ સ્નાતક, ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરી શું કામ લાવે? એ પણ જ્યાં તેના પોતાના પુત્રે ૧૦મુ કે ૧૨મુ પાસ પણ ના કર્યું હોય! ભણેલી વહુ લાવી સમાજમાં ઠાઠ બતાવે, પણ એ સ્વાવલંબી છોકરી આ 'બાઈ' જેવી જિંદગી કેમ જીવે?

ગુજરાતી સમાજમાં જે છોકરાઓ ભાગ્યેજ સ્નાતક સુધી પહોંચતા ત્યારે, એનો ઈગો તો એના જ્ઞાન કરતા કરોડો ગણા મોટા હોય.

ઘણા લોકોની જેમ હું પણ શબ્દ 'કન્યાદાન' ને બહુ પસંદ નથી કરતી, પરંતુ આ રીતે દીકરીને દઈ દેવી એ એક જાતનું દાન જ છે ને!  જે ૨૦-૨૫ વરસો પહેલા સમાજ કરતો હતો.

હવે તો જમાનો ઘણો બદલાય ગયો છે. 

દીકરીને વસ્તુની જેમ દાન ના કરો. સમાજ શું કહેશે એની પરવા કર્યા વગર,અને એને ખાતરી કરાવો કે આ પિયરનું ઘર પણ એનું જ રહેવાનું છે જિંદગી ભર! 

જયારે મન થાય કે જરૂર પડે નિઃસંકોચ આવી શકે છે, કોઈ પણ જાતના આમન્ત્રણ કે પ્રસંગ વગર.

અશુદ્ધ પીવાનું પાણી - રોગો લાવે તાણી!

         


પીવાનું પાણી
    
નરી આંખે જોતા જે પાણી શુદ્ધ લાગે તે ખરેખર પીવા લાયક છે તે જરૂરી નથી! પાણી માં અસંખ્ય, અદ્રશ્ય અને અતિસુક્ષમ અશુદ્ધિઓ હોય છે: જેવી કે સુક્ષમ જીવો , રસાયણો, કે પછી કુદરતી પદાર્થના કણો.

    પીવાનું પાણી વપરાશમાં લેવાતા પહેલા ઘણા માધ્યમોમાંથી પસાર થઈને આપણા ઘરમાં પહોંચે છે. 

    વરસાદથી જમીન પાર ઉતરેલું પાણી, જમીનમાં અંદર ઉતારે છે. વરસાદનું પાણી જે જમીનના સ્તરોમાંથી પસાર થાય છે તે જમીનમાં રહેલા રસાયણો, સુક્ષમ જીવો કે અન્ય અશુદ્ધિઓ ને પોતાની સાથે વહાવી ને જમીનના પેટાળમાં અંદર ઉતારે છે.

    તે પાણી ફરીથી કુવા - તળાવોમાં જેવા ઉદ્ભવ સ્થાનોમાં જમા થઇ છે. જ્યાં તે અન્ય કુદરતી અશુદ્ધિઓ અને આસપાસમાં વપરાયેલા રસાયણો પોતાની સાથે સામેલ કરે છે. 

    ખેતીમાં વપરાતા રાસાયણિક ખતરો અને જંતુનાશકો વરસાદના પાણી જોડે કુવા - તળાવો માં જમા થાય છે અને પાણીમાં રાસાયણિક ઝેર વધારે છે. કપડાં ધોવાના સાબુ કે રોજિંદા જીવનમાં વપરાતા અન્ય રસાયણો પણ પાણીમાં મળીને પાણીને રસાયણો યુક્ત કરે છે.

     પાણીના ઉદ્ભવ સ્થાનોમાંથી તે પાણી ગામના ટાંકાઓ કે વ્યક્તિગત વપરાશના ટાંકાઓ જેવા સંગ્રહસ્થાનોમાં સંગ્રહ કરાય છે. જ્યાં તે પાણીમાં અન્ય અશુદ્ધિઓ ભળે છે અને અંદર રહેલા સુક્ષમ જીવો વૃદ્ધિ પામે છે.

👉  પીવાનું પાણી એ રોગો માટે જવાબદાર કઈ રીતે હોઈ શકે? 

    હાલમાં ૪૫%થી વધારે રોગો પાણીજન્ય છે જે અશુદ્ધ પાણીથી થાય છે. ઘણાબધા રોગો જેવા કે અપચો, કબજિયાત, ઝાડા, ઉલ્ટી, પથરી, કુપોષણ ઉપરાંત એનિમિયા પણ પાણીજન્ય રોગો સાથે સંકળાયેલા છે. 

          અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. 

          આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે.  

          કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.

          આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું  કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે.  
ઝાડા-ઉલ્ટીની પ્રાથમિક સારવાર - ઘરેલુ ઉપચાર માટે થોડી જાણકારી જરૂરી છે.  
                             
સૌરાષ્ટ્રમાં  કિડની ના રોગો બહુજ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે પીવાના પાણીમાં રહેલા ઝેરી તત્વોને લીધે થાય છે. આ કિડનીના રોગનું કારણ સમજવાની અને તેને અટકાવવાની ખાસ જરૂર છે. જો આપણે સમાજને શુદ્ધ પીવાનું પાણી આપી શકીએ તો આ ૪૫% રોગોને ટાળી શકીએ. 

    અસંખ્ય દાંતના રોગો પણ પીવાના પાણીથી થાય છે. પીવાના પાણીમાં રહેલા રસાયણો ને કારણે બાળકોમાં દાંતનો સડો થાય છે. પીવાના પાણીમાં રહેલ ફ્લોરાઈડ દાંત ને પીળા અને નબળા કરે છે. 

👉 પાણી શુદ્ધિકરણ

          વર્ષો પહેલા જયારે રસાયણો નો વપરાશ ન થતો ત્યારે પાણી પણ આટલું પ્રદુષિત ના હતું, પાણીમાં રહેલી કુદરતી અશુદ્ધિઓ જેવી કે  ઝાડ-પાનના કટકાઓ, પથ્થરો, માટી વગેરે સામાન્ય પાણી ગળણાથી દૂર થઇ શકતા. હવે સામાન્ય પાણી ગળણાથી અશુદ્ધિઓ દૂર ન થઇ શકે, શુદ્ધ પાણી માટે પદ્ધતિસરનું શુદ્ધિકરણ જરૂરી છે.




👉 પાણી શુદ્ધિકરણની ઘરેલુ રીત:


💧 પીવાના પાણીને પહેલાતો સાફ ગળણાથી ગાળવું જરૂરી છે જેનાથી કોઈ મોટી અશુદ્ધિ દૂર થઇ જાય.

💧 ગાળ્યા પછી પાણીને સ્ટીલના તપેલામાં ૧૦ મિનિટ સીધી ઉકાળવું જરૂરી છે જેથી પાણીમાં રહેલ સૂક્ષ્મ જીવો દૂર થઇ જાય.

💧 ઉકાળેલ પાણી ઠંડુ થયા પછી તેમાં ધોયેલ કોથમરી રાખી ઢાંકીને રાખવું જેથી ભારે ધાતુની અશુદ્ધિ કોથમરીમાં શોષાય જાય, એ કોથમરી ને કાઢીને ફેંકી દેવી - વાપરવી નહિ.

👉 પાણી શુદ્ધિકરણની આધુનિક રીત:


          આ બધી રીતોનો સમાવેશ કરતી પાણીને શુદ્ધ કરવાની આધુનિક રીત પણ છે - RO સિસ્ટમ. 

💧 RO સિસ્ટમ એ પીવાના પાણીને શુદ્ધ કરવાનો સરળ અને સચોટ ઉપાય છે. RO સિસ્ટમ ઉપર જણાવેલ બધી રીતે પાણી શુદ્ધ કરે છે તે ઉપરાંત દુષિત પાણીને જુદું કરી નિકાલ પણ કરે છે.  

💧 સિસ્ટમમાં ગળણા જેવી આધુનિક ફિલ્ટર પણ છે, જેમાંથી પસાર થઇ પાણી એક મેમ્બ્રેન માંથી પસાર થાય છે જ્યાં સ્પેશ્યલ રીતે અશુદ્ધિઓ ને જુદી તારવીને શુદ્ધ પાણીને સ્ટોરેજ ટાંકીમાં જમા કરે છે.

💧 RO સિસ્ટમ બે રીતે ફિટ કરી શકાય: "એટ સોર્સ" RO પ્લાન્ટ એટલે કે પીવાના પાણીના સંગ્રહ / ઉદ્ભવ સ્થાને - જે બધા પાણીને શુદ્ધ કરે અને "પોઇન્ટ ઓફ  યુઝ" એટલે કે વાપરવાના સ્થાને - વ્યક્તિગત ઘરમાં.

 💧 
નાના ગામમાં પીવાના પાણીનું એક જ સંગ્રહસ્થાન હોઈ તો એક જ સિસ્ટમ વાપરી શકાય જ્યાંથી બધાને શુદ્ધ પાણી મળી શકે. મોટા શહેરોમાં જ્યાં કેન્દ્રીય સિસ્ટમ અશક્ય હોઈ ત્યાં  પોઇન્ટ ઓફ યુઝ - વપરાશના સ્થળે વાપરી શકાય.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગની કિડનીની બિમારી પાણીમાં ઝેરી રસાયણોથી સંબંધિત છે. હજુ સમય રહેતા આપણે આ સમસ્યાને ઊંડા સ્તરે સમજીએ અને કિડનીના રોગને અટકાવીએ.

રક્તકોષોની ખામી- એનિમિયા ગુજરાતમાં

એનિમિયા: રક્તકોષોની ખામી - જાગૃતિ અને સારવાર 

એનિમિયા

📛 એનિમિયા એટલે શું?  

          એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં રક્તકોષો કે હિમોગ્લોબિન જરૂર કરતા ઓછા પ્રમાણમાં હોય.  હિમોગ્લોબિન એ રક્ત કોષોનો એક ભાગ છે જે લોહીના લાલ રંગ માટે જવાબદાર છે અને આ રક્ત કોષોને, શરીરમાં રહેલા ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડવા સક્ષમ કરે છે. 

          ગુજરાતમાં આયર્નની એટલે કે લોહતત્વની ખામીથી થતા એનિમિયા મુખ્ય છે, જોકે સહવર્તી વિટામિન બી-12 ની ઉણપ, ફૉલિક એસિડની ઉણપ તેમજ કેટલીકવાર અન્ય વિટામિન ઉણપ પણ એનિમિયા માટે જવાબદાર હોઈ શકે છે. 

           જો તમે જરૂરી લોહતત્વ યુક્ત ખોરાક ન લેતા હોય અથવા તો કોઈ કારણસર તમે લોહતત્વ ગુમાવતા હોય તો તમારું શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન ઉત્પન્ન ના કરી શકે, અને તમને લોહતત્વની ખામીથી થતા એનિમિયા થઇ શકે. 


           શાકભાજીઓ માં બી-12 ની માત્રા નહિવત છે આથી શાકાહારીઓમાં બી-12 ની ઉણપથી થતા એનિમિયા વધારે જોવા મળે છે, દૂધ અને અન્ય પશુ સ્રોતો મદદ કરી શકે છે.

          વિટામિન બી-6 ની ઉણપ ખાસ પ્રકારના સાઈડરોબ્લાસ્ટિક એનિમિયાનું કારણ બને છે. 

          ફૉલિક એસિડ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે જેથી ગરીબ લોકો અને સ્થળાંતરિત વસાહતોમાં કે જ્યાં ખોરાકમાં લીલા શાકભાજી પ્રાપ્ય નથી, ત્યાં ફોલિક એસિડની ખામીથી થતા એનિમિયા જોવા મળે છે.

          
          ⌛ UNICEF, Indian Health ministry ના એક રિપોર્ટ પ્રમાણે ૯૨% ભારતીય સ્ત્રીઓ ને લોહતત્વની ખામી અને ૮૦% સ્ત્રીઓને લોહતત્વની ખામીથી થતા એનિમિયા છે. જેના કારણે અશક્તિ, સામાન્ય નબળાઈ, નબળું શૈક્ષણિક પ્રદર્શન અને રમત-ગમતમાં રસ નો અભાવ જોવા મળે છે.

          આખા દેશના પ્રમાણમાં ગુજરાતના આંકડા થોડા સારા લાગે પણ સ્વીકાર્ય તો નથી જ. TOI ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એનીમિક નાગરિકોનું પ્રમાણ:

                       ગ્રામીણ                         શહેરી                          કુલ 
બાળકો :          ૬૪.૬%                         ૫૯.૫%                        ૬૨.૬%
સ્ત્રીઓ:            ૫૭.૫%                         ૫૧.૬%                        ૫૪.૯%
પુરુષો:             ૨૫%                             ૧૭.૮%                          ૭%   
          
                   
📛 લોહતત્વની ઉણપના કારણો:

          મોટાભાગે આ ખામી નું કારણ વિટામિનો અને મિનરલોને શોષણ કરવાની ક્ષમતા ન હોવાથી થાય છે, છતાં ક્યારેક ખોરાકમાં વિટામિનોની કમીથી પણ થાય છે. 

          લોહતત્વ અને બીજા પોષક્તત્વોના શોષણ જ્યાં થાય છે તે આંતરડામાં કોઈ ચેપ હોઈ કે ઇન્ફ્લેમેશન હોઈ તો પણ એનિમિયા થાય શકે. એ આંતરડાનો ચેપનું કારણ વપરાતું અશુદ્ધ પાણી હોઈ શકે. પાણી વાટે સુક્ષમ જીવાણું શરીરમાં જાય છે અને આંતરડામાં જમા થાય છે. પાણી હમેંશા ફિલ્ટર કરેલ કે ઉકાળેલ જ પીવું જોઈએ, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. 

          ગર્ભાવસ્થામાં માતાના ઉદરમાંથી જોઈતા પોષક તત્વો ગર્ભસ્થ શિશુ લઇ લે છે એટલે સગર્ભાને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે.

          એનિમિયા એટલે કે ઓછા રક્તકોષો, કોઈ પણ બોનમેરો ના રોગ થી પણ થાય. આ ઉપરાંત કોઈ પણ ક્રોનિક રોગ, ટીબી, સંધિવા, લુંપસ કે કેન્સર જેવા રોગો રક્તકોષોનો નાશ કરે છે આથી એનિમિયા થઇ શકે - તેને રોગજન્ય એનિમિયા કહે છે.


📛 લોહતત્વની ઉણપની અસરો: 

          લોહતત્વની ઉણપથી થતા એનિમિયા ભલે મોટા રોગોની જેમ તમારી રોજિંદી પ્રવૃત્તિમાં અવરોધક ના બને પણ અસર જરૂર કરે છે.  જેમ જેમ સમય જતો જય તેમ તેમ તેની તીવ્રતા વધતી જાય છે અને સારવાર પણ વધારે મુશ્કેલ થતી જાય છે

          બાળકોના સર્વાંગી વિકાસ, બુદ્ધિપ્રતિભા, ભૌતિક શક્તિ, શિક્ષણ અને રમતગમત માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે હિમોગ્લોબીન અને પર્યાપ્ત લોહ  સંગ્રહની જરૂર પડે છે.

          લોહતત્વ રક્ત ઉપરાંત સ્નાયુઓની શક્તિ અને સ્વસ્થ ચેતાતંત્ર માટે પણ ખુબ મહત્વ ધરાવે છે જે સંશોધનોમાં જાણવા મળ્યું છે. 

           સામાન્ય રીતે લોહતત્વ, ઝીંક,  કોપર અને અન્ય ટ્રેસ ઘટકો સાથે બાળકના ગર્ભાશય જીવન દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે  છે. ગર્ભવતી સ્ત્રીઓમાં લોહનો અભાવ બાળકના વિકાસ અને સ્વસ્થ મગજ ઉપર અસર કરી શકે છે જે આવનારી પેઢી માટે હાનિકારક છે, આથી જ સગર્ભાની પ્રિનેટલ કેર અને વિટામિન્સ જરૂરી છે. 

        ગર્ભવતી સ્ત્રીઓમાં લોહનો અભાવ તેની પ્રસૂતિમાં પણ મુશ્કેલી વધારી શકે છે.


લોહતત્વની ઉણપની સારવાર

               
📛 લોહતત્વની ઉણપની સારવાર:

          શા માટે દરેકને આયર્ન સાથે સારવાર ન કરવી જોઈએ અને શા માટે આપણે હિમોગ્લોબિન અથવા અન્ય કોઈ પરીક્ષણની તપાસ કરવી જોઈએ? 

          એ જાણતા હોવા છતાં કે લોહ આપણા શરીરમાં ઘણા મહત્વના કર્યો માટે જરૂરી છે આર્યનના લેવલની દેખરેખ વગર લાંબો સમય આયર્ન લેવું નુકશાન કારક સાબિત થઇ શકે છે. 

           જે તેમના ડોક્ટરોની  પરવાનગી કે સીધી  દેખરેખ વગર આયર્ન લે છે, કૃપા કરીને સમયાંતરે લોહ સ્તરની તાપસ કરવોલોહ તત્વની સાથે વિટામિન સી લેવાથી શરીરને લોહ તત્વનું શોષણ કરવામાં મદદ મળે છે.

          સામાન્ય રીતે શરીર જાણે છે કે લોખંડ કેટલું જરૂરી છે અને જેટલું જરૂરી હોઈ તેટલું જ તે શોષણ કરે છે. પરંતુ કેટલીક  આનુવંશિક સ્થિતિઓ છે જ્યાં શોષણ ખામીયુક્ત હોય છે. તે ખામી આયર્ન ના   ઓવરલોડનું કારણ બની શકે છે, તેથી કોઈ કારણસર લાંબા સમય સુધી કોઈને આયર્ન આપવામાં આવતું નથી

           વૃદ્ધિના તબક્કા દરમિયાન શિશુઓ અને બાળકો માટે સ્ત્રીઓ માટેના માસિક સ્રાવ દરમિયાન, સગર્ભાવસ્થા, સ્તનપાન દરમિયાન, તરુણાવસ્થા દરમિયાન આયર્નની જરૂરિયાત વધે છે.


 📛 એનિમિયા - વિટામિન બી 12 ની ઉણપથી

          ⌛ એ ના ભૂલવું  જોઈએ કે વિટામિન બી 12 બહુજ અગત્યનું છે જેની ખામીથી મગજ અને ચેતાતંત્રને કાયમી નુકસાન થઇ શકે છે.

           જો વ્યક્તિની તીવ્રતા ઉણપ હોય અને જ્યારે આપણે એનેમિયાના સારવારનો પ્રારંભ કરીએ ત્યારે લાલ રક્તકાંડનું ઉત્પાદન વધે છે અને તે વધુ લોખંડ અને વિટામીનનો ઉપયોગ કરશે અને તે સીમાથી સંપૂર્ણ સ્તરની ઉણપ અને રોગથી જઈ શકે છે.  

           એનિમિયા સારવાર શરૂ કરતા પહેલા લોહ, ફોલિક એસિડ અને વિટામિન બી 12 સ્તર જાણવું જરૂરી છે.

          જોકે, ભારતમાં આ પરીક્ષણો, સારવારની સરખામણીએ  ખૂબ જ ખર્ચાળ છે. તેથી જો કોઈ વ્યક્તિ લોહીના વિવિધ મહત્વના પોષક તત્ત્વોનું લોહીનું સ્તર જાણતો નથી, તો આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન બી 12 સાથે પ્રથમ 3 મહિના માટે સારવાર કરવી વાજબી છે.

📛 એનિમિયા થતા અટકાવવા કેમ?. 

            ઉપર જણાવેલ આંકડા પરથી કઈ અવલોકન કર્યું?

           એનિમિયાનું પ્રમાણ સ્ત્રીઓમાં અને બાળકોમાં પરુષો કરતા વધારે છે, ખાસ કરીને ગ્રામીણ પરિવારોમાં.

           ઘણા કારણોમાંનું એક કારણ એ છે કે સ્ત્રીઓ માસિક વખતે રક્ત કણો ગુમાવે છે. 

           બીજું અને મુખ્ય કારણ છે - પરુષ પ્રધાન સમાજ. 

           મોટા ભાગના ઘરોમાં પુરુષો પેહેલા જમે પછી જ ઘરની સ્ત્રીઓ જમે, ઘણી વખતે બધી વાનગી ન પણ બચી હોઈ. 

           ૨૦-૨૫ વારસો પહેલા અને ઘણા સંયુક્ત કુટુંબોમાં તો અત્યારે પણ - જાણે વધ્યું-ઘટ્યું જમવા મળે એ જ રીતે વહુઓને ભાગમાં ભોજન આવે! એમાં પૌષ્ટિક આહારની તો વાત જ ન રહે.

          ✅ મા ને એનિમિયા હશે તો બાળકને પણ થવાના ચાન્સીસ રહે, એ માટે પહેલા સ્ત્રીઓમાંથી એનિમીયાનું પ્રમાણ ઘટાડવું પડશે, તો જ બાળકોમાં જન્મજાત એનિમિયા ઘટાડી શકીશું. 

          ✅ માં સ્વસ્થ હશે તો જ બાળકો સ્વસ્થ હશે, આવનારી પેઢીને સ્વસ્થ રાખવા સ્ત્રીઓના આરોગ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

ભારત સરકારના 'એનિમિયા મુક્ત ભારત' અભિયાનનો લાભ લો અને એનિમિયા દૂર કરો. 

કઈ પણ સારવાર શરુ કરતા પહેલા, ડોક્ટર કે નર્સ દ્વારા લોહીની તાપસ જરૂર કરાવો.

રોગોને અટકાવવા એ જ શ્રેષ્ઠ સારવાર!


પહેલું સુખ તે જાતે નર્યા!





રોગો અટકાવવા
          
          આપણા દેશમાં કેન્સર જેવી બીમારીઓની સફળ સારવારની ટકાવારી બહુ ઓછી છે, એનું કારણ એ નથી કે આપણે તબીબી ક્ષેત્રે પછાત છીએ કે કુશળ તબીબોનો અભાવ છે - પરંતુ તેનું કારણ નિયમિત ચેકઅપ નો અભાવ છે.  

          મુખ્ય કારણ એ છે કે 
ભારતમાં, ખાસ કરીને અલ્પ-વિકસિત વિસ્તારમાં કે નાના ગામડાઓમાં - જ્યાં સુધી કોઈ બીમારી કે પરિસ્થિતિ તેના રોજિંદા કાર્યોમાં અવરોધરૂપ ન થાય ત્યાં સુધી કોઈ ડોક્ટરની મુલાકાત જ ન લે, અને ત્યાં સુધી તો જે-તે બીમારી કે પરિસ્થિતિ એટલી હદે પ્રસરી ગઈ હોય કે તેનો ઈલાજ કરવો જ અશક્ય થઇ જાય. 

         દર્દ શામક દવાઓ ઉપર બાકીની જિંદગી પસાર કરવા સિવાય કોઈ ઉપાય જ ન બચે.

         વિકસિત દેશોમાં મોટાભાગની ડોક્ટરની મુલાકાતનું કારણ કોઈ બીમારી નહિ રૂટિન ચેક અપ હોય છે,  બાળકથી લઈને વૃદ્ધો સુધીના દરેક વ્યક્તિ વરસમાં એક વખત સામાન્ય ચેકઅપ અને વરસમાં બે વખત દાંતની સફાઈ જરૂર કરાવે છે.

          
રોગોનું કારણ:  

👉 કેટલાક રોગો પાણીજન્ય છે એટલે કે પીવાના પાણીમાં રહેલ અશુધ્ધીઓથી થાય છે, જેવા કે કિડની ના રોગો, કેન્સર વગેરે. 

👉 ઘણા રોગો ખોરાક અને બેઠાડુ જીવન ઉપર આધારિત છે જેવાકે હૃદયની બીમારીઓ, બ્લડ પ્રેસર આધારિત રોગો, વગેરે.

👉 એમાંથી ઘણા રોગો વારસાગત પણ હોઈ શકે જેવા કે મધુપ્રમેહ (ડાયાબીટીશ).

👉 તમાકુ કે દારૂ જેવા વ્યસનો કેન્સર નો પાયો નાંખે છે - તે બધા જાણે છે, છતાં બે ઘડીની માજા માટે પોતાની જિંદગી અને આપ્તજનોની શાંતિ ને જોખમમાં નાંખે છે.

શું કરી શકાય?:

આયુર્વેદમાં પણ કહ્યું છે કે પરહેજ એ સારવાર કરતા વધારે અસરકારક છે. 

👉 પાણીને હમેંશા ગાળીને પીવો, પાણીમાં રહેલા કીટાણુને ઉકાળીને દૂર કરી શકાય.

👉 પહેલું કામ તે ભોજન ની પસંદગી - જેવું શરીરને આપો તેવું શરીર પાસેથી મેળવો. 

👉 ઘરમાં રાંધેલ ખોરાક 

👉 કાચો ખોરાક  - લીલા શાકભાજી, ફળ, સુકામેવા, સૂકા ફળો 

👉 સફેદ ખાંડનો વપરાશ ઘટાડો એક ચમચી થી વધારે નહિ એક દિવસમાં

👉 તેલ - ચરબીનો વપરાશ ઘટાડો

👉 મેંદાનો વપરાશ નહિવત કરી - આખા ધાન્યનો વપરાશ વધારો

👉 આયુર્વેદ મુજબ: તમને ભાવતા સ્વાદ કરતા શરીરને ફાવતો આહાર શ્રેષ્ઠ છે.

👉 બેઠાડુ જીવન શૈલી ધરાવતા લોકોએ અઠવાડિયામાં પાંચ દિવસ, ઓછામાંઓછુ  ૩૦ મિનિટ ચાલવા જવું.

👉 તમાકુ અને વધારે પડતા આલ્કોહોલ થી દૂર રહો. 

👉 વર્ષમાં એક વખત સામાન્ય દાક્તરી તાપસ અને બ્લડ રિપોર્ટ કરાવવો, ખાસ કરીને ૪૦ વર્ષથી ઉપરની વય વાળાઓએ.

 👉 પરિવારમાં, ખાસ કરીને માતા-પિતાને કોઈ વારસાગત બીમારી હોઈ તો તેના માટે વરસમાં એક વાર ચેક કરાવો.

          આ બધું ફાલતુ ખર્ચ શું કામ કરવો? - જયારે બીમારી બારણે ટકોરા મારે અને મોટી હોસ્પિટલ ભેગા કરે ત્યારે  શું બધું મફત થશે?  એકી સાથે મોટા બીલો ભરવા કરતા નાના હપ્તા ભરવા શું ખોટા? અને તંદુરસ્ત જીવન મળે તે નફામાં!

ચાબુક 

લોકો કહે છે કે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં નશીબમાં હોઈ તેમ થાય, શું કામ નાહકની ચિંતા કરવી?  

રસ્તામાં ખાડો હોઈ ને કોઈ બાજુમાંથી પસાર થતું હોઈ તો તેની ખાડામાં પાડવાની શક્યતા છે - તેને સંજોગો/અકસ્માત  કહેવાય, પરંતુ જો કોઈ જાણીજોઈ ને તે ખાડામાં કૂદકો મારે તો તેને મૂર્ખતા કહેવાય!

ખેતી - અર્થતંત્રનું મૂળ

ખેતી  - કેવી રીતે સમૃદ્ધ બનાવવી?

પ્રાકૃતિક ખેતી

          આજકાલ બધે સાંભળવા મળે છે તે ઓર્ગેનિક ખેતી - પ્રાકૃતિક ખેતી કઈ નવી પદ્ધતિ નથી, આપણા વડવાઓ વર્ષોથી કરતા આવ્યા છે. ઓર્ગેનિક ખેતી એટલે ખાતર અને જંતુનાશકો વગરની ખેતી નહિ  - ઓર્ગેનિક ખેતી નો મતલબ છે રસાયણો વગરની ખેતી!  

         ઓર્ગેનિક ખેતી માં પણ ખાતર અને જંતુનાશકો વાપરે છે - ફક્ત કુદરતી ખાતરો અને જંતુનાશકો, રાસાયણિક નહિ. ખેતીમાં સારી ઉપજ લેવા માટે ખાતર અને જંતુનાશક - આ બે ક્ષેત્રમાં રસાયણો નો ઉપયોગ ટાળવો મુશ્કેલ છે, અશક્ય નથી. 

         ગુજરાતમાં આવેલા મારા એક નાનકડા ગામમાં ૧૯૮૦  પહેલા, બહુ ઓછા લોકો રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ વાપરતા હતા - કા તો તેની પાસે જાણકારી નહતી કે પછી ખરીદવા ની સગવડ ના હતી. 

         રસાયણો ના વાપરવા પાછળ જે કઈ કારણ હતું, તે આજુબાજુ માં રહેતા લોકો માટે વરદાન રૂપ હતું, જાણે-અજાણે તેમને ઓર્ગનિક ઉપજ  ખાવા મળતી. 

          જયારે ૧૯૮૭-૮૮ માં અકાળ પડ્યો, ખેડૂતો માટે બહુજ કઠિન સમય હતો - સળંગ બે વર્ષ ખેતીની આવક વગર કાઢવા પડ્યા. 

         જેમતેમ કરીને, સરકારની સહાય અને સેવાભાવી સંસ્થાઓની જહેમતથી કેટલકેમ્પતો ચાલુ કર્યા પણ બધાજ પશુને મદદ કરવી અશક્ય હતી.  તેમને કિંમતી દર-દાગીના વેચવા પડ્યા, પાલતુ પશુઓને વેચવા પડ્યા - કે પાંજરાપોળમાં મુકવા પડ્યા. એ પણ કોઈ સ્વજન ગુમાવ્યાથી ઓછું નહતું. 

         પછીના વરસથી જ ખેડૂતો આ બધા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો  ઉપયોગ શીખવા મંડ્યા. ખેડૂતો બધા અખતરા કરવા તૈયાર હતા જેનાથી વધારે ઉપજ મળે અને દેવું પૂરું કરી શકે  અથવાતો ઓછું કરી શકે. 

         લાંબા ગાળાની આડઅસરો કે રસાયણોના ફાયદા-નુકશાન વિચાર્યા  વગર, અપૂરતી  જાણકારી અને માથે લટકતું કર્જ તેમને રસાયણોની દિશામાં વધારે ને વધારે ધકેલતું રહ્યું. બે પાંચ વરસમાં જ ખેતી રસાયણો ઉપર નિર્ભર થઇ ગઈ.

માંડવીના છોડ


          ૧૯૨૦ માં જન્મેલા મારા દાદા કે જેને પહેલું ધોરણ પણ પાસ નહોતું કર્યું - તે જીવ્યા ત્યાં સીધું (૨૦૦૨) અમારા ખેતરોમાં ક્યારેય પણ રસાયણોનો ઉપયોગ કરવા ના દીધો. 
એ પણ જાણતા હતા કે રસાયણો અત્યારે ઉત્પાદન વધારી આપે પણ મારા ખેતરોને ટાળી દેશે! 

         તેમને ફક્ત છાણીયું ખાતર જ વાપર્યું. દાદાની સૂઝને લીધે અમને અમારા બચપણમાં ઓર્ગેનિક ખેત પેદાશ ખાવા મળી.

          હવે જયારે વૈજ્ઞાનિકોએ સાબિત કરી આપ્યું છે કે વધારે પડતા રસાયણો ઉપયોગ સીધો કેન્સર સાથે સંકળાયેલો છે, આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. પંજાબમાં એક વિસ્તાર એવો છે જ્યાં રાસાયણિક જંતુનાશકોના વપરાશથી થયેલા કૅન્સર દર્દીઓ એટલા બધા છે  કે તે "કૅન્સર બેલ્ટ" તરીકે ઓળખાય છે. 

         આવા વિનાશક રોગથી બચવું હોઈ તો એ આપણી ફરજ છે કે આપણે ખેતીમાં કુદરતી ખાતરો અને જંતુનાશકોનું મહત્વ સમજીએ અને બીજાને સમજાવીએ.

          એક વખત રસાયણોનો ઉપયોગ ચાલુ કરો પછી ખેતરો ને તેની આદત પડી જાય  - માટી રસાયણો ઉપર આધારીત  થઇ જાય. દરેક પાક વખતે રસાયણો વાપરવા જ પડે. 

         તમે જાણો અને સમજો તે પહેલા તો તમારી ખેતી એ રાસાયણિક ચક્રવ્યૂહમાં ફસાઈ જાય - જે એક વ્યસન જેવું  છે, ચાલુ કરવું સહેલું પણ છોડવું મુશ્કેલ. થોડાક વર્ષોમાં તો તે રસાયણો તમારા ખેતરોની કુદરતી ફળદ્રુપતા નાશ કરી દે છે.

          શા માટે આપણે બે-પાંચ વરસોનાં ફાયદા માટે જિંદગીભરનું નુકસાન વેઠવું? મોટા ભાગના ખેડુતો માટે ખેતી એ બાપદાદાનો વારસો જ નહિ પણ આજીવિકાનું એકમાત્ર સાધન હોઈ છે, જેને ગુમાવવું કે બગાડવું પોસાય જ નહિ.

રસાયણો નહિ તો પછી ક્યાં કુદરતી ખાતરો અને જંતુનાશકો વાપરી શકાય?   

          કુદરતી ખાતરો: આપણે જે વર્ષોથી વપરાતા આવ્યા છીએ તે છાણીયું ખાતર અતિ ઉત્તમ અને સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે તેવો વિકલ્પ છે. તમારા પશુધનના મળ-મૂત્રના ચારા સાથેના કોહવાટ થી બનેલું ખાતર ખેતી માટે કાચા સોના જેવું છે. 

         અત્યારની યાંત્રિક ખેતીના જમાનામાં કોઈ બળદો તો રાખતા નથી પણ બની શકે તો ગાય અવશ્ય રાખો કે જેથી થોડું ઘણું પણ કુદરતી ખાતર મળી શકે. અત્યારના કુટુંબોમાં મેં જોયું કે નવી પેઢીને કોઈને છાણ વાળા હાથ કરવા જ નથી, ગાય હોઈ તો પણ માં-બાપ જ સંભાળતા હોઈ. ગાયના છાણમાં કુદરતી એન્ટિસેપ્ટિક, જીવજંતુને દૂર રાખે (એટલે તો લીપેલાં ઘરોમાં મચ્છરો દૂર રહેતા) છે જ સાથે સાથે એ કુદરતી સ્ક્રબ પણ છે જે ત્વચાને સુંદર રાખે છે. 

          બીજા કુદરતી ખતરો તરીકે માછલીનું પ્રવાહી અને હાડકાનો ભૂકો પણ સરસ નાઇટ્રોજન-ફોસ્ફરસ -પોટેશિયમ નું પ્રમાણ ધરાવે છે. માણસોના જીવનને માટે થોડી દુર્ગંધ  ચલાવી પડે તો પણ શું? શાકાહારી ખેડૂતો માટે આ વિકલ્પો કદાચ સહેલા ના લાગે. અમે અહીં અમેરિકામાં પણ શાકભાજીના વેલામાં  માછલીનું પ્રવાહી ખાતર કે છાણીયું જ વાપરીએ.

 
પ્રાકૃતિક ખેતી

          કુદરતી જંતુનાશકો: આમ જોઈએ તો આ પાક બદલી અને વિવિધ પાકની રીતોનો પણ કુદરતી જંતુનાશકો માં સમાવેશ થાય. 

શ્રેષ્ઠ કુદરતી જંતુનાશક એ ગૌમૂત્ર  - સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે છે અને સંપૂર્ણ હાનિરહિત છે. 

લીમડાના પાનનો રસ, તૈમુર અને લસણનું પ્રવાહી  પણ  જંતુનાશક નું કામ આપે છે. દરેક સીઝનમાં પાક બદલાતા રહેવીથી જીવાતને રહેવા માટે સ્થાન નથી મળતું  - એટલે કે માંડવીની જીવાત એરંડાના પાકમાં ના જીવી શકે અને એરંડાની જીવાત માંડવીમાં ના જીવી શકે. પાક બદલીથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે

          એકાંતરા પાક એ બીજી રીત છે જીવાતને દૂર રાખવાની. એક લાઈન  એક પાક ની અને વચ્ચે વચ્ચે બીજા પાકની લાઈન વાવવાથી, એકજ જાતના પાકની લાઈનો એકબીજાથી દૂર રહેશે અને જીવાતને રહેવા માટે  એકસરખો પાક નહિ મળે. "ઝેરનું મારણ ઝેર" કહેવત અનુસાર, જીવાતભક્ષી જીવાત પણ જંતુનાશકનું કામ કરે છે.   
  
          આટલું જાણ્યા પછી પણ હજુ ઘણા પ્રશ્નો બાકી રહે - જેવાકે ચાલુ વર્ષના વરસાદ -પાણી અને હવામાન પ્રમાણે કયો પાક ફાયદાકારક રહેશે? કે પછી મારી જમીનમાં કયો નવો પાક અજમાવી શકાય?  

           આ બધા પ્રશ્નોના જવાબ માટે, આણંદ કૃષિ યુનિવર્સીટીએ ખેતી અને ખેતપેદાશોની માહિતી માટે એક સરસ વેબસાઈટ બનાવી છે https://www.aau.in/prakrutik-kheti
        
         ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ ઘણી યોજનાઓ શરુ કરી છે. જે યોજનાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોને હેક્ટર દીઠ માસિક સહાય, જરૂરી તાલીમ, બીજ, ખાતર વગેરે વ્યાજબી ભાવે ક્યાંથી મળી શકે - વગેરે માહિતી પુરી પડે છે.

                  આના જેવી બીજી એક ફ્રી એપ પણ છે  "ખેતી-બાડી"https://kheti-badi.com/
  આ એપ પર, પ્રાકૃતિક ખેત પેદાશો ક્યાં વહેંચવી કે ક્યાંથી ખરીદવી જેવી માહિતી મળી રહેશે. 
         
          આ તો થઇ જેને ખેતી કરવી છે તેની વાત, મને તો એ વાત નથી સમજાતી કે આજનો યુવાન ખેતી થી દૂર કેમ ભાગે છે?  

જેને અપૂરતી ખેતી હોઈ તેની વાત તો સમજાય કે એકથી વધારે ભાઈઓનો ગુજારો ટૂંકી ખેતીમાં ના થાય, પણ જેને પૂરતી ખેતી હોઈ તેને પણ ખેતીથી શરમ આવે છે અને શહેર ભણી દોડી જાય છે ૧૦,૦૦૦-૧૫,૦૦ ની નોકરી પાછળ!  

         પોતાની બાઈક લેવા બાપાનું ગાડું વેંચવું પડે, અને પછી તો એ બાઈક જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ બાપનો વિઘો ટૂંકો થતો જાય  - તો પણ કહેવાય કે ભાઈ તો શહેરમાં નોકરી કરે છે! 

          યુવાનોને જ દોષ ના દઈ શકાય - આજકાલ ખેડૂતો પણ પોતાની દીકરીઓને ખેતીમાં નથી દેતા. અને ભાગ્યજોગે ગામડાના ખેડુપુત્ર ને કન્યા મળી પણ જાય તો આવતા વેંત જ શહેરમાં જવાના ચક્રો ગતિમાન કરી દે છે. 

          અને યુવાનના માબાપ પાસે બીજો વિકલ્પ નથી રહેતો વહુની વાત માનવ સીવાય - નહી તો દીકરાની જિંદગી બગાડે - તે વિચારે મને-કમને હા પાડી દે.

          જાણુંછું કે ખેતી એ મહેનતનું કામ છે, મેં પણ કરેલ છે - પણ જો તમે બેઠાડુ કામ કરો તો પછી જીમમાં પૈસા બગાડવા પડે!  આપણા દાદાઓ ક્યારેય બીમાર ના પડતા, કારણ? - ઓર્ગનિક આહાર અને ખરી મહેનતનું કામ.  

          આપણો દેશ તો ખેતીપ્રધાન દેશ છે  - ખેડૂતો જ ખેતી તરફથી ભાગશે તો દેશની ખેતીનું શું થશે?  ખેતી આપણા દેશ નું મૂળ છે  - ઝાડ ગમે તેટલું વધે, મૂળ મજબૂત ના હોઈ તો તૂફાન સામે ટકી શકતું નથી. આ વર્ષેતો બજેટમાં પણ ખેતીલક્ષી સુધારા થયા છે.

હાસ્ય થેરાપી 

આજના આ નેટ અને એપ ના જમાનામાં કોઈ ને પૂછયો કે ટપાલ કેવી હતી? કે પોસ્ટકાર્ડ કેવી રીતે લખાય? મોટા ભાગના બાળકોને ખબર જ નહિ હોઈ!

ટપાલ તો એક બાજુ રહી મેસેજ પણ ફોરવર્ડ જ કરે, નવો લખીને મોકલવાનો તો ટાઈમ ના હોઈ ને! તારો મોકલેલો મને અને મારો મોકલેલો તને! ક્યારેક તો આપણે જ મોકલેલો મેસેજ  તન - ચાર વાર પાછો આવે! ત્યારે તો કેહવું પડે - બસ હવે ખમા કરો બાપલા!

(સારું છે એ બહાને એક બીજાના સંપર્કમાં તો રહે છે. આ નેટ ને લીધે દૂર રહેતા સગા - સંબંધી પણ એક બીજાના ખબર અંતર પળે પળ જાણી શકે છે.)
 

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય