ઉપવાસના ફાયદાઓ - આયુર્વેદ પ્રમાણે
👉 આયુર્વેદ આચાર્યોએ જાણ્યું કે માનવ વિભિન્ન રોગોનો ભોગ બનાવ લાગ્યો, તેને આરોગ્ય શાસ્ત્ર - એટલે કે આયુર્વેદ ની રચના કરી.
👉 માનવ શરીર ત્રણ દોષો ધરાવે છે: કફ, વાત અને પિત્ત. જે સંતુલનમાં રહીને શરીરને જરૂરી ઉર્જા પુરી પડે છે.
👉 મોટા ભાગના રોગોનું કારણ એ અસંતુલિત દોષો છે તે સમજાયું અને એ દોષોના નિવારણ માટે, ઉપવાસ - એટલે કે આજના સમય પ્રમાણે 'ડેટોક્સ ડાયેટ ડે' ની જરૂરિયાત સમજાઈ.
👉 એ દોષોને સંતુલિત કરવા, એક દિવસ ફક્ત પાણી અને ફળો કે ફળોના રસ ઉપર જ પસાર કરવો.
👉 જેથી શરીરને બધી અશુદ્ધિ નિકાલ કરવાનો સમય મળે. આંતરડું સાફ થાય અને ખોરાકમાંના પોશાક તત્વોને શોષાવા સક્ષમ બને.
👉 પરિણામ સ્વરૂપે અસંતુલિત દોષો સંતુલિત થાય અને પ્રકૃતિ પ્રમાણે કામ કરે.
👉 ઉપવાસનું સાચું મહત્વ - દિવસ ફક્ત પાણી, ફળો અને ફળોના રસ ઉપર કાઢવામાં છે.
👉 સાથે કોઈ ફરાળી વાનગી જેમાં ઓછું તેલ, ઘી અને ખાંડ હોય - જેવી કે સાબુદાણાની ખીચડી નહિવત તેલ સાથે - લઇ શકાય.
ઉપવાસના ફાયદાઓ - તર્ક પ્રમાણે
👉 વરસો પહેલા (અને હજુ પણ - જે લોકોને બાઈ રાખવી નથી પરવડતી), રસોઈની જવાબદારી સ્ત્રીઓ ઉપર જ હોય છે.
👉 રસોઈની તૈયારીથી લઇ ને જમ્યા પછીની સફાઈ - મોટા ભાગનું કામ સ્ત્રીઓની જવાબદારી છે. મોટા ભાગના ઉપવાસના દિવસો એ તહેવારના અને ખાસ પૂજાના દિવસો હોય છે.
👉 આપણી સંસકૃતી પ્રમાણે, ગ્રહસ્થ લોકો બધી પૂજા સજોડે એટલેકે પત્ની સાથે કરે છે.
👉 આથી ઉપવાસ કરવાથી, ઘરની સ્ત્રીઓનું અડધું કામ ઘટી જાય અને સ્ત્રીઓ પણ પૂજાપાઠમાં ભાગ લઇ શકે.
👉 ધાર્મિક અને આદ્યાત્મિક કાર્ય કર્યાનો સંતોષ તો છે જ, આરોગ્યને થતા ફાયદાઓ અને સ્ત્રીઓને પૂજા-પાઠ માટે મળતા સમય સિવાય.
ક્યાં છે એ હેતુ - આજકાલના 'સોશ્યલ મીડિયા' ઉપવાસ માં ??
👉 ઉપવાસની તૈયારી ઘણા દિવસો પહેલા શરુ થઇ જાય.
👉 સાથે સાથે: કયા પ્રસિદ્ધ મંદિરે દર્શન કરવા જવા છે અને શું પહેરીને જવું છે, ક્યાં એન્ગલે સેલ્ફી લેવી - એનું પ્લાંનિંગ પણ.
👉 ફરાળી લોટ, બીજી સામગ્રીની, અને કપડાં-આભૂષણોની ખરીદી પણ ચાલુ થઇ જાય.
👉 ઉપવાસના દિવસે, સવારે ચા સાથે ફરાળી પુરી નાસ્તામાં હોય.
👉 સવારથી જ ગૃહિણી ફરાળી વાનગીઓ બનાવવામાં લાગી જાય.
👉 બપોરે તો જમણવાર જેવું હોય, પુરી થાળી ભરી હોય ભાત-ભાતની વાનગીઓથી - બધી તેલ - ઘી થી ભરપૂર અને ખાંડથી બનેલી મીઠાઈઓ.
👉 અને આ બધી ભારે વાનગીઓ સાથે ભારતની ઉનાળાની ગરમી અને ભેજ!
👉 સાંજ પડે એટલે આજુ-બાજુના મંદિરોમાં ઘસારો ચાલુ થાય, દર્શન થાય તો થાય પણ સેલ્ફી સરસ લેવાય.
👉 અને આટલું તૈયાર થયા પછી ઘરે જઈને રસોઈ તો ન જ બનાવાય ને ?
👉 રસ્તામાંથી જ ફરાળી પેટીસ અને આઈસક્રીમ લેતા જવાનું.
આમાં 'ઉપવાસ' તો ક્યાંય ગોત્યો પણ ન જડે!
'સોશ્યલ મીડિયા' ઉપવાસથી થતા નુકસાન
👉 ભૂખ્યા પેટે વધારે તેલ વાળી વાનગીઓ લેવાથી કોલેસ્ટોરેલ વધારે છે. હૃદયની બીમારીઓને આમંત્રણ આપે છે.
👉 એક દિવસમાં એક ચમચી થી વધારે ઘી લેવું હાનિકારક છે.
👉 ખાંડ આધારિત મીઠાઈઓ એ બધામાં વધારો કરે છે, ખાંડ શરીરમાં રહેલા કોઈ ચેપ કે રોગને વેગ આપે છે.
👉 ફૅટથી ભરપૂર ખોરાક શરીરને વધારે ફેટ સંગ્રહ કરવા મજબૂર કરે છે.
👉 વધારાની ઉર્જા વજન વધારામાં પરિણમે છે.
👉 ભૂખ્યા રહેવાથી અને એકી સાથે વધારે જમવાથી - બ્લડ સુગર વધ-ઘટ થાય છે જે ડાયાબીટીશ વાળા લોકો માટે જોખમી છે.
ઉપવાસના ફાયદા કેવી રીતે વધારી શકાય ?
ઉપવાસના દિવસે લેવાતા વધારે પડતા તેલ-ઘી અને ખાંડને ઓછા કરીને એને થોડા-ઘણા આરોગ્યદાયક બનાવી શકાય. ઉપવાસમાં (એક માણસ માટે):
👉 ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.
👉 સવારમાં ચા - કોફીથી દિવસની શરૂઆત કરતા હોઈ તો - ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું.
👉 સવારના ભોજનમાં ફળો, અને નટનું પ્રમાણ વધારે રાખવું.
👉 બપોરના ભોજનમાં - ફરાળી વાનગીઓમાં તેલનું અને ખાંડનું પ્રમાણ નહિવત, સ્ટાર્ચી વેજિટેબલનું પ્રમાણ એક કપ (બાફેલા) થી ઓછું અને ઘીનું પ્રમાણ ૨ ચમચીથી ઓછું રાખવું.
👉 ફરાળી લોટને અડધા કપ થી ઓછા લેવા.
👉 જરૂર હોય તો મીઠાસ માટે ખાંડ ને બદલે ૨ ખજૂર વાપરી શકાય.
👉 સાંજે હળવા નાસ્તા જેવું જ લેવું, જેવુંક દૂધ - નટ અને ખજૂર (૧-૨ જ) સાથે.
તમારો અભિપ્રાય જણાવો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો