આજકાલ આ સોશ્યલ મેડિયાથી આખી દુનિયા એક નાના ઘર જેવી બની ગઈ છે, જેમ ટેક્નોલોજીના ફાયદાઓ છે તેમ જ તેના નુકસાન પણ છે.
આજે લગભગ એક વરસ પછી, મેં એક સોશ્યલ મીડિયા ઓપન કર્યું. લગભગ ૫૫ જેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી!
જે લોકોને હું ઓળખતી હતી એ લોકોને તો એડ કરી દીધા, પરંતુ એમાં એક નામ એવું હતું જે મને જાણીતું ના લાગ્યું.
એ નામ ગુજરાતી સ્ત્રીનું નામ હતું. આથી મેં એડ કર્યું. મેં વિચાર્યું કે કદાચ હું એને બીજા નામથી ઓળખાતી હોઈશ (ઘણી વખત - સ્ત્રીઓના નામ પણ સાસરું બદલી નાખે છે).
એ નામ એટલું સામાન્ય હતું કે લગભગ બધા ગુજરાતી પરિવારો એ નામની એક વ્યક્તિને તો ઓળખાતા જ હશે.
વાતો અજાણ્યા લોકો સાથે
અને તરત જ એક મેસેજ આવ્યો, ગુડ મોર્નિંગ નો. મેં એને પૂછ્યું કે ક્યાં આપણે એક બીજાને ઓળખીએ છીએ? એ કહે ખબર નથી, હું એક નાનો છોકરો છું, વાત કરવી છે.
મને લાગ્યું કોઈ મુશ્કેલીમાં ના હોય, લાવ પૂછી જોવ. મેં એને પૂછ્યું - કંઈ તકલીફમાં છો? ઘરે એકલો છો?
કોઈ મદદ જોઈએ છે, હું તો તારાથી બહુ દૂર છું. પરંતુ મારાથી થશે એટલી મદદ કરીશ કે તને મદદ બોલાવતા શીખવીશ.
તે વ્યક્તિએ જવાબ આપ્યો - કંઈ મદદ નથી જોઈતી, હું ૧૨ વરસનો છું - વાતો પરથી ૮-10 વરસનો જ લાગ્યો, ૧૨ વરસના છોકરાઓ પાસે કદાચ પોતાના ફોન હોય અને એ બહુ તૈયાર હોય.
વાત-વાત માં એ બહુ તરંગી અને અનુચિત વાતો કરવા લાગ્યો, મેં એને કહ્યું કે હું તારી મમ્મીની ફ્રેન્ડ છું, એને બોલાવ તો વાત કરી લઉં. એ કહે મમ્મી અહીં નથી!
પહેલાતો મને ગુસ્સો આવ્યો અને થયું કે લાવ બ્લોક કરી દઉં. પછી વિચાર્યું કે તો આ બાળક બીજા કોઈની સાથે ચેટ ચાલુ કરશે, એ એના માટે સુરક્ષિત રહેશે? એ બીજા કોઈને આ બધી વાતો કરશે તો, એની સુરક્ષાને અસર નહિ કરે?
જવાબદારી કોની?
પહેલી જવાબદારી તો માતા-પિતા અને પરિવારના વડીલોની જ, પણ આજ-કાલના બાળકોને શિષ્ટાચાર શીખવવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે!
વડીલો કંઈ બોલે એ પહેલા જ કહી દે, તમને એ ના સમજાય.
માતા-પિતાની જવાબદારી તો ખરી, પણ આપણી બધાની એટલીજ ફરજ છે કે આપણે આપણા સમાજના આવતી કાલના નાગરિકોને, આપણા ભવિષ્યને સાચો રસ્તો બતાવીએ. માતા-પિતા આવી પરિસ્થિતિથી અજાણ હોય તો આપણે સંભાળી લઈએ.
ખરેખર એ બાળક હતો?
પ્રશ્ન એ છે કે ખરેખર એ બાળક હતો? ચેટ ઉપરથી તો કોઈ અવાજ ના હોય એટલે બોલવાની રીત પણ ના ખબર પડે.
કોઈ નબળા મનનો પુખ્ત વયનો પુરુષ પણ આમ સ્ત્રીની આઈ ડી વાપરી શકે. સ્ત્રી બનીને કોઈ બીજાને છેતરી શકે! એ પણ સમાજ માટે એટલું જ ખતરનાક છે.
એ બાળકો માટે પણ જોખમ કારક સાબિત થઇ શકે, તમારા પરિવારમાં કોઈને માનસિક તકલીફ હોય તો તેને તમે બાજુમાં હોય ત્યારે જ ફોન આપો.
જેટલું એક બાળકને આવા ગેજેટોથી દૂર રાખવું કે વોચ કરવું જરૂરી છે એટલું જ જરૂરી છે પુખ્તવયના માણસને વોચ કરવું, જો એની માનસિક સ્થિતિ સારી ન હોય.
શું કરી શકાય?
માતા પિતા બાળકોને પોતાની પ્રવૃત્તિમાં ખલેલ ન પહોંચાડે એટલે ફોન કે ટેબ્લેટ આપી દે છે. આ માનસિકતા સંપૂર્ણપણે કદાચ ન બદલી શકાય, પણ સાવચેતી જરૂર ઉમેરી શકાય, જેવી કે:
આપણે બધા સચેત રહેશું તો જ આપણા સમાજને સુરક્ષિત રાખી શકીશુ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો